અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની સિઝનના બીજા રાઉન્ડમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 93 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે.
રાજ્યના 140 તાલુકામાં ધમધોકાર વરસાદ નોંધાયો હતો. લખપતમાં 4 ઇંચ, અબડાસા અને રાપરમાં દોઢ ઇંચ, નખત્રાણા, ભચાઉ અને ભુજમાં 1 ઇંચ, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ગોરંભાયેલ વાતાવરણ વચ્ચે હળવો ભારે વરસાદ વરસ્યો હતો. પાલનપુર નજીક ટોલનાકા પાસે નદી જેટલા પાણી ભરાયા હતા. જેથી ઍક તરફનો માર્ગ કરાયો બંધ કરાયો હતો. સૌરાષ્ટ્રના ગોંડલ પંથકમાં વહેલી સવારથી બે ધનાધન વરસાદ વરસ્યો હતો. રાજકોટથી 50 કિલોમીટર દૂર આવેલ ગોંડલ તાલુકાના સુલતાનપુર, વિંજીવડ, સખપર. અમરનગર, દેવડા, સવારથી છ વાગ્યાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લગભગ ત્રણેક ઇંચ પાણી પડી ગયું છે.
24 કલાકમાં સૌથી વધુ તાપીના (Tapi) સોનગઢ તાલુકામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બનાસકાંઠાના ડીસામાં 7.5 ઈંચ, દાંતીવાડામાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. વડગામ, પોશિના, દાંતા, મહેસાણા, દિયોદરમાં 6 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલી, વલસાડ, તાપીના વિસ્તારોમાં 4 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 93.3 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધુ કચ્છમાં 143.22 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સીઝનનો 90.49 વરસાદ વરસી ચુક્યો છે. પૂર્વ-મધ્યમાં 77.78 ટકા વરસાદ વરસી ચુક્યો છે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો 84.44 ટકા વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 104.42 ટકા વરસાદ વરસી ચુક્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં ચોમાસાનો સારો એવો વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે આગામી વર્ષે પાણીની સમસ્યા સર્જાય તેવી શક્યતા સેવાઇ રહી છે.