અમદાવાદઃ રાજ્યભરમાં ભાદરવા મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. આજે બુધવારે સવારે 6 વાગ્યાથી બપોરના 6 વાગ્યા સુધીમાં 61 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના કપરાડામાં પાંચ ઈંચ,ઉમરગામમાં બે ઈંચ, તતા દાહોદ,નવસારીના ખેરગામ, સાબરકાંઠાના વિજ્યનગરમાં દોઢથી બો ઈંટ વરસાદ પડ્યો હતો.
ગુજરાતના સતત વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠાના વિજયનગરમાં સવારે બે કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના લીધે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. આ ઉપરાંત વિજયનગર, બાલેટા, કોડીયાવાડા, પાલ ચિતરીયા, દઢવાવ, ચિઠોડામાં ભારે વરસાદ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી મહેર યથાવત છે. ત્યારે ખાસ કરીને વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. સૌથી વધારે જિલ્લાના કપરાડામાં 5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. કપરાડામાં ભારે વરસાદથી નદી-નાળાઓ છલકાયા છે. અને, કેટલીક જગ્યાએ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સતત મેઘમહેર વરસી રહી છે. જેમાં દાહોદ જિલ્લાના લીમડી, ઝાલોદ, સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે . તેમજ સતત પડી રહેલા વરસાદના પગલે દાહોદની લીમડી સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે વિશ્વકર્મા, શિવ સોસાયટી, કાતિ કંચન સોસાયટી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. જેના લીધે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત વિજયનગર, ઇડર અને પોશીના પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે. જેમાં વરસાદી માહોલથી ખેડૂતોને રાહત મળી છે. તેમજ પોશીનામાં ગઇકાલે 3 ઇંચ વરસાદ બાદ આજે સવારે એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ વિજયનગરમાં સવારના અરસા દરમિયાન પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ સવારથી જ જિલ્લામાં વાદળછાયો માહોલ છવાયો છે.