- દિલ્હી અને યુપીમાં આજે વરસાદની આગાહી
- મધ્ય પ્રદેશના 24 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
- ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
દિલ્હી:દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સતત શરૂ છે. આ દિવસોમાં મહારાષ્ટ્રની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વરસાદ અને પૂરને કારણે સામાન્ય જનજીવન પરેશાન થઈ ગયું છે. આ સાથે જ આજથી દેશના અન્ય ભાગોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશના પશ્ચિમ દરિયાકાંઠે ચોમાસું નબળું પડે તેવી સંભાવના છે. આ સાથે મહારાષ્ટ્ર અને ગોવામાં વરસાદથી રાહત મળે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આજથી આ બધા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. મધ્યપ્રદેશના 24 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.જયારે 27 જુલાઇથી ગુજરાતમાં પણ ચોમાસું કહેર મચાવી શકે છે. જેના કારણે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ જબલપુર, મધ્યપ્રદેશ, રીવા, સતના, અનુપપુર, ઉમરાઇ, ડિંડોરી નરસિંહપુર, કટની સહિતના ઘણા વિસ્તારોમાં જુદા જુદા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આજે દિલ્હીમાં પણ વરસાદની ચેતવણી છે. હળવા વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. રાજધાનીમાં 26 જુલાઇ સુધી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે.