હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમી ત્રસ્ત રાજ્યના લોકો માટે રાહતભરી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટી શરૂ થવાની તૈયારી છે. તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં પ્રિ મોનસુન એક્ટિવિટીને લઇ 4 જુન સુધીમાં વરસાદ થશે. તેમણે વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
અંબાબાલે કહ્યું કે માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં. મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો જેમ કે આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આ સાથે જ તેમણે ધંધુકા, ભાવનગર તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પંચમહાલ અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે..
અંબાલાલે 4 જુન સુધીમાં રાજ્યમાં આંધી, વંટોળ સાથે વરસાદ ત્રાટકવાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસુ સારૂ રહેશે. આ સાથે જ તેમણે કહ્યું કે સવા મહિના પછી રાજ્યમાં સારો વરસાદ હશે. મધ્ય ગુજરાતમાં પણ તેમણે 4 જુન સુધીમાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળશે તેવું તેમણે કહ્યું
Ambalal, Monsoon, Rain, Forecast, Prediction, Heat, Pre Monsoon Activity