રાજ્યના 26 તાલુકામાં વરસાદ, 18 જિલ્લામાં વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. પંચમહાલના મોરવા હડપમાં એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો. ગાંધીનગર જિલ્લાના કલોલમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ચોમાસું ગમે તે ઘડીએ એન્ટ્રી કરશે… નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠેથી ચોમાસું પ્રવેશ કરી શકે છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન સાથે ધોધમાર વરસાદ થયો છે અને હવે તે જ ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર થતા સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં વાદળો ઘેરાઈ રહ્યા છે. સાથે રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસું 12થી 13 દિવસ વહેલું બેસી રહ્યું છે. તો બીજી બાજુ હવામાન વિભાગના મતે આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે.
દરમિયાન ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે, 10 જૂનથી લઈને 16 જૂન સુધી ગાજવીજ સાથે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
11 જૂને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી
12 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી
13 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી
14 જૂને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી
15 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં આગાહી
16 જૂને વરસાદ પડનાર જિલ્લાઓની વિગત
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કેરીના વેપારીઓમાં અને ખેડૂતોમાં દોડધામ મચી વલસાડ જિલ્લામાં કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ગત રાત્રે વરસાદ ખાબક્યો હતો. રાત્રે 10થી 12 દરમિયાન ધરમપુર અને કપરાડા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
કપરાડા તાલુકામાં 49 MM, ધરમપુર તાલુકામાં 74 MM વરસાદ પડ્યો હતો. ધરમપુરની ન્યુ APMCમાં કેરીના વેપારીઓમાં અને ખેડૂતોમાં દોડધામ મચી હતી.
ધરમપુર APMCમાં કેરીના વેપારીઓ કેરી બચાવવા માટે પ્લાસ્ટિક અને તાડપત્રી વડે કેરીના કેરેટને ઢાંકીને કેરીને વરસાદથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો.