દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીના લોકોને હવે ગરમીમાંથી રાહત મળી છે આજે વહેલી સવારથી જ દિલ્હી એનસીઆરમાં વાતાવરણમાં પલટો જોવા મળઅયો છે અને સાથે જ વરસાદ વરસ્યો છે જેને લઈને વાતાવરણ ખુશ્નુમા બન્યું છે અને ઠંડક પ્રસરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં હવામાનની પેટર્ન અચાનક બદલાઈ ગઈ છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હવે વાતાવરણ એકદમ ઠંડુ બની ગયું છે. દિલ્હીમાં છેલ્લા બે દિવસથી વધી રહેલા તાપમાનના કારણે ભેજ અને ગરમીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના કારણે લોકો આ ભારે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
આ સહીત દિલ્હી-એનસીઆરમાં આજે સવારે 09:30 વાગ્યા સુધી ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશથી આવતા વાદળોને કારણે 50-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ક્યારેક મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. ત્યાર બાદ તેજ પવન અને વરસાદ ધીમે ધીમે ઘટશે.
ઉલ્લેખનીય છે કે પાડોશી રાજ્ય ઉત્તરપ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશના હાપુડમાં પણ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ત્યારે આજે સવારે દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેથી વાતાવરણ ઠંડુ બન્યું છે લોકોને ગરમીમાં રાહત મળી છે તો બીજી તરફ હવાના પ્રદુષણમાં પણ સુઘારો જોવા મળ્યો છે.