નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન-ડે સિરીઝમાં ભારતનો 1-0થી પરાજય થયો હતો. પ્રથમ વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડનો વિજય થયો હતો. જ્યારે બીજી વન-ડે વરસાદના કારણે ધોવાઈ હતી. જ્યારે આજે ત્રીજી વન-ડે રમાઈ હતી. જેમાં ભારતે પ્રથમ બેટીંગ કરીને ન્યૂઝીલેન્ડને 220 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે, તે બાદ વરસાદ વિલન બન્યો હતો. અંતે ત્રીજી વન-ડે મેચ પણ વરસાદમાં ધોવાઈ ગઈ હતી.
ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે આજે ત્રીજી વન-ડે રમાઈ હતી. ટોસ જીતીને ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બોલીંગનો નિર્ણય લીધો હતો. ભારતની ટીમ 47 ઓવરમાં માત્ર 219 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તેમજ ન્યૂઝીલેન્ડને 220નો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ 51 અને શ્રેયસ અય્યરે મહત્વપૂર્ણ 49 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન શિખર ધવને 28 રનનું યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડ તરફથી એડમ મિલ્ને અને ડેરીલ મિશેલે સૌથી વધુ ત્રણ-ત્રણ જ્યારે ટિમ સાઉથીએ બે અને મિશેલ સેન્ટનર-લોકી ફર્ગ્યુસને એક-એક વિકેટ ઝડપી હતી. પ્રથમ ઈનિગ્સ બાદ વરસાદ વરસ્યો હતો. જો કે, નિયત સમયમાં વરસાદ બંધ ના થતા એમ્પાયર્સ દ્વારા મેચ રદ કરવામાં આવી હતી.