- દિવાળી ટાણે જ વરસાદનો કહેર
- હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ
દિલ્હીઃ- દેશભરમાં દિવાળઈની તૈયારીઓ જોરશોરથી ચારી રહી છે ફટાકડા માર્કેટ પણ ઘનઘમી ઉઠ્યા છે તો મીઠાઈ અને કપડા માટેની ખરીદીઓમાં લાંબી લાઈનો જોવા મળી રહબી છે જો કે આ સમગ્ર સ્થિતિ વચ્ચે તમારી દિવાળઈની મજા ફીકી પડી શકે છે,કારણ કે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે.
હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં 3 દિવસ સુધી હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ, ઊંચા શિખરો પર હિમવર્ષાની આગાહી કરી છે.હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ વેધર અનુસાર કેરળના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
જેમાં ખાસ કરીને દક્ષિણ આંતરિક કર્ણાટક, આંતરિક તમિલનાડુની પહાડીઓમાં પણ વરસાદ પડી શકે છે. આ સાથે હવામાન વિભાગે મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, મણિપુર અને મિઝોરમમાં વરસાદની આગાહી કરી છે. નાગાલેન્ડ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ અને વિદર્ભના ઘણા વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા છે. બીજી તરફ દક્ષિણ-પૂર્વ મધ્ય પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ હિમાલયની પહાડીઓ પર પણ વરસાદ પડી શકે છે.
આ સાથે જ ઓડિશા સરકારેતેના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, અરબી સમુદ્રમાં, કર્ણાટક અને કોંકણ કિનારે નિમ્ન ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં એક નવું ચક્રવાતી દબાણ કેન્દ્ર બનતું જોવા મળે છે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યું છે. જેના કારણે આગામી સપ્તાહમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કેરળ, આંદામાન-નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા ભાગોમાં 21 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે.