1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યના 52 તાલુકામાં વરસાદ પડ્યો, સુરતના કામરેજમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ

રાજ્યના 52 તાલુકામાં વરસાદ પડ્યો, સુરતના કામરેજમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાની જમાવટ થઈ હતી, પરંતુ હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતાઓ નથી. ત્યારે આજે સવારે 8 વાગ્યે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 251 તાલુકામાં 92.57 મિ.મી. વરસાદ પડ્યો હતો. જ્યારે બપોરે 36 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં દાહોદના ફતેપુરામાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં અત્યારસુધીમાં મોસમનો 11.02 ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં લોકો બે દિવસથી બફારો અનુભવી રહ્યા છે.  સવારે 8 વાગ્યે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 11.25 મિ.મી. વરસાદ થયો હતો, જ્યારે સૌથી વધુ સુરતના કામરેજમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયોહતો.

ડાંગ જિલ્લામાં બુધવારે પણ વરસાદી માહોલ યથાવત્ રહેતાં સમગ્ર પંથકોનું વાતાવરણ ઠંડુંગાર બન્યું હતું. આહવા-સાપુતારા માર્ગનો શિવઘાટ ધોધ પણ સક્રિય બનતાં અહીંથી પસાર થતા વાહનચાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લાના ગામડામાં રોજેરોજ ધીમી ધારના વરસાદી માહોલને પગલે ચોમાસાની ઋતુ જામી છે. ડાંગના ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબીર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકનાં ગામોમાં બુધવારે પણ દિવસભર વરસાદી હેલીઓ યથાવત્ રહેતાં ચોમાસું જામ્યું છે. સાપુતારા સહિત આહવાની તળેટીય જંગલ વિસ્તારમાં વરસાદી માહોલની સાથે ગિરિ કેન્દ્રાઓ ઉપર ગાઢ ધુમ્મસભર્યા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતાં પ્રકૃતિ ખીલી ઊઠી હતી. છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના કામરેજમાં 116 મિ.મી. વરસાદ નોંધાયો હતો. ત્યાર બાદ નવસારી, મહીસાગર, નર્મદા, સુરેન્દ્રનગર, દાહોદ, તાપી, છોટા ઉદેપુર, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, અને ભરુચ સહિતના જિલ્લામાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં હળવાથી મધ્યમ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. મંગળવારે ઉત્તર-પશ્ચિમી અરબી સમુદ્રમાં પણ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું. આગામી દિવસોમાં વરસાદ વધુ ને વધુ જોર પકડશે અને પવનની ઝડપ પણ સામાન્ય કરતાં વધુ રહેશે. રાજકોટમાં મોસમનો 7 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસું સારું જવાના અણસાર હોય એમ એની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. ગુરુવારે સવારની સ્થિતિએ રાજ્યમાં અત્યારસુધીનો સરેરાશ 92.57 મિ.મી. વરસાદ પડ્યો છે, જે સરેરાશ 11.02 ટકા જેટલો થવા જાય છે. કચ્છ ઝોનમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 12.28 ટકા, મધ્યપૂર્વ ઝોનમાં 10.28 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 9.50 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 11.25 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

IMDના અધિકારીએ જણાવ્યું હતું કે 19 જૂન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ ૫ડ્યો છે. જ્યારે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ગીર-સોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદ પ્રમાણમાં ઓછો નોંધાયો છે. આગામી અઠવાડિયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહિવત્ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code