- રાજ્યમાં ગરમીમ વચ્ચે પડી શકે છે વરસાદ
- હવામાન વિભાગની આગાહી
- આવનારા 5 દિવસમાં ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના
અમદાવાદઃ- રાજ્યભરમાં ભારે ઉનાળો શરુ થઈ ચૂક્યો છે, ગરમીના કારણે શહેરોના તાપમાનમાં વધારો નોઁધાયો છે જરાતમાં ઉનાળાની શરૂઆત થતા જ ગુજરાતની જનતા ઉનાળાની કાળશઝાર ગરમીથી ત્રાહિત્રામ પોકારી ઉઠી છે
એક તરફ અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોચ્યો છે અને હજુ આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી છે. ત્યારે આગામી સમયમાં ગરમીમાં થોડી રાહત મળવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે.
રાજ્યના હવામાન વિભાગના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જે મુજબ આવનારા પાંચ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
આ સાથે જ પાંચ દિવસ બાદ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પાંચ દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધશે તેવી શક્યતાઓ છે.
તો બીજી તરફ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આગામી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ સર્જાશે અને ગરમીમાં થોડી રાહત પ્રાપ્ત થશે, આગામી પાંચ દિવસોમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે. ત્યારે બીજી બાજુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમીની સંભાવના દર્શાવામાં આવી છે.હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ દર્શાવાઈ છે.આ સાથે જ આ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.