Site icon Revoi.in

ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ પડવાની આગાહી

Social Share

સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂન સુધીમાં આવે છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળમાં 31ની આસપાસ આવશે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, ટૂંક સમયમાં ચોમાસાની સિઝન શરૂ થશે. કેરળમાં 31 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં આજથી અને પૂર્વ ભારતમાં 18 મેથી હીટ વેવનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં વરસાદ પડી શકે છે. સામાન્ય રીતે 20થી 22મે આસપાસ વરસાદ પડતો હોય છે. દેશમાં અલ નીનો વેધર સિસ્ટમ નબળી પડી રહી છે જેથી આ વર્ષે ચોમાસાની સિઝન વહેલી આવે તેવી શક્યતા છે.

20 મે સુધી વાવાઝોડાની આગાહી
હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે 20 મે સુધી દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં ભારે વરસાદ અથવા વાવાઝોડાવની શક્યતા છે. 19 મે સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, કોસ્ટલ અને કર્ણાટકના અલગ-અલગ વિસ્તારોમાં. ભારે વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશમાં 16-19 મે, આસામ અને મેઘાલયમાં 17-19 મે દરમિયાન છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો થશે
આજે આસામ, મેઘાલય, ત્રિપુરા, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને બિહારમાં ગરમ ​​અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે. આગામી 4 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 3-4 ડિગ્રી વધવાની શક્યતા છે.

પૂર્વ ભારતમાં 18 મેથી ગરમીની લહેર
પૂર્વ ભારતમાં 18 મેથી ગરમીની લહેર આવવાની શક્યતા છે. પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, દક્ષિણ હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારના અલગ-અલગ વિસ્તારોમાં ગરમી વધશે. કોંકણમાં 15-16 મે, સૌરાષ્ટ્ર, કચ્છ, દિલ્હી, ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 16 અને17 મેનાં રોજ તાપમાન વધવાની શક્યતા છે.