Site icon Revoi.in

ગુજરાતમાં કેટલાક જગ્યા પર વરસાદ પડવાની સંભાવના,હવામાન વિભાગે કરી આગાહી

Social Share

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા શુક્રવારે આગાહી કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે અમદાવાદ, અમરેલી,ગાંધીનગર, ખેડા, પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આણંદ, કચ્છ, મહેસાણા,વડોદરામાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ ડાંગ, પોરબંદર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં વરસાદની શકયતા નહીંવત છે. આગામી દિવસોમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે વરસાદના આંકડાકીય વિગતો પણ રજુ કરી છે. જે આંકડા પ્રમાણે ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં આ વર્ષે નહિવત વરસાદ રહ્યો. મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં 90 ટકા ઓછો વરસાદ રહ્યો, એટલે કે માત્ર 10 ટકા જ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગની વિગતો મુજબ ઓગસ્ટ મહિનામાં ઓછો વરસદ વરસ્યો હોય એવુ અંતિમ 10 વર્ષમાં પહેલી વાર બન્યું છે