Site icon Revoi.in

પૃથ્વીની નજીકથી પસાર થયો ધૂમકેતુ થેચર, તે કારણે દર કલાકે વરસ્યા 20 ઉલ્કાપિંડ

Social Share

લિરિડ્સ મિટિયોર શાવર નામની ખગોળીય ઘટના હેઠળ 22-23 એપ્રિલ અને 23-24 એપ્રિલની મધ્યરાત્રિએ આકાશમાં ઉલ્કાપિંડોનો વરસાદ થયો. ધૂમકેતુ થેચરના પૃથ્વીની એકદમ નજીકથી પસાર થવાને કારણે આ બંને રાતે 1થી 4 વાગ્યાની વચ્ચે દર કલાકે 20 ઉલ્કાપિંડ ખર્યા. આ ખગોળીય ઘટના જોધપુરની પાસે થોડાક વખત માટે જોવા મળી.

આ ઘટના ધૂમકેતુ C/1861 G1 થેચર પૃથ્વીની નજીકથી પસાર થવા દરમિયાન ઘર્ષણના કારણે ઘટી. આ વર્ષે આવી 10 ખગોળીય ઘટના ઘટશે, જેને અલગ-અલગ નામ આપવામાં આવ્યા છે. લિરિડ્સ, 4 જાન્યુઆરીના રોજ થયેલી ક્વાડરેન્ટાઇડ પછીની બીજી ઘટના છે. હવે 5-6 મેની મધ્યરાત 1થી 4 વાગ્યાની વચ્ચે એટા એક્વારિડ્સ મિટિયોર શાવર નામની આવી જ ખગોળીય ઘટના ઘટશે.

આ ખગોળીય ઘટના શહેરથી દૂર અંધારિયા અને શાંત વિસ્તારોમાં સરળતાથી જોઈ શકાય તેમ હતી, એટલે 9 મીલથી માણકલાવના રસ્તાની પસંદગી કરવામાં આવી. આ પિંડ આકાશમાં પૂર્વોત્તર દિશામાં Vega (ચમકદાર તારો)ની પાસે વરસવાના હતા.

timeanddate.com પરથી વિઝિબિલિટી ઘણી ખરાબ દેખાઈ રહી હતી. માણકલાવ પર વિઝિબિલિટી સારી મળી. અહીંયા પૂર્વોત્તર દિશામાં ઉલ્કાપિંડ ખરી રહેલા સ્પષ્ટ જોવા મળ્યા.