Site icon Revoi.in

આ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો

Social Share

અમદાવાદઃ- સમગ્ર દેશભરમાં આ વખતે ચોમાસુ વિલંબીત થયું હતું ખાસ કરીને જો વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં સોમાસાની શરુઆતમાં વરસાદ નહીવત વરસ્યો હતો, જો કે લાસ્ટ ઈનિંગમાં વરસાદે માજા મૂકી હતી,વરસાદે છેલ્લે રાજ્યભરમાં તબાહીના દ્રશ્યો સર્જ્યા હતા.

રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જીનજીવન પર માઠી અસર થઈ, આ સાથે જ ચાલુ વર્ષ દરમિયાન વરસાદે છેલ્લા 30 વર્ષો કેરોર્ડ તોડ્યો છે, અત્યાર સુધી સરેરાશ સૌથી લાંબા વરસાદની સીઝનમાં અ 95 ટકા વરસાદ નોંધાયો  છે.

વિતેલા દિવસને સોમવારના રોજ વરસાદની આ બાબતને લઈને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરએ જાણકારી આપી હતી,મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 798.7 મીમી વરસાદ પડ્યો છે, જે રાજ્યના સરેરાશ વરસાદના 95.09 ટકા કહી શકાય છે. આ સાથે જ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી સરેરાશ વરસાદ 840 મીમી  નોંધાઈ રહ્યો હતો તો બીજી તરફ સપ્ટેમ્બર મહિનો એવો રહ્યો છે કે જ્યારે મહત્તમ વરસાદ નોંધાયો છે.

મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં 426.21 મીમી વરસાદ ખાબક્યો છે, જેમાં જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો અંહી રાજ્યનો સૈથી મહત્તમ વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં સરેરાશ કરતાં 130 ટકા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.