Site icon Revoi.in

આ રાજ્યમાં વરસાદે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, મોટા ભાગના પાકને નુકશાન ખેડૂતો પરેશાન

Social Share

છેલ્લા કેટલાક સમયથી દેશમાં કમોસમી વરસાદ વરસવાની ઘટનાઓ સતત વધી રહી છે, શિયાળો ઉનાળો હોય તો પણ જાણે વાદળછાયવું વાતાવરણ અને વરસાજના ઝાપટાઓ આવતા હોય છે એક જ ઋતુમાં જાણે ત્રણેય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે આવી સ્થિતિમાં ભેજના કારણે ખેડૂતોના પાકને ઘણુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.જો વાત કરીએ ઉત્તર પ્રદેશની તો અહી વરસાદે 43  વર્ષોનો રેકોર્ડ તોડ્ઓ છે નેજા કારણ ેખેડૂતોને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.

આગામી બે દિવસ સુધી પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન શુષ્ક અને સ્વચ્છ રહેવાની ધારણા છે, જ્યારે 24 માર્ચે સહારનપુર, મુઝફ્ફરનગર, બિજનૌર, મેરઠ, શામલી, ગાઝિયાબાદ, હાપુડ અને આસપાસના વિસ્તારો પશ્ચિમથી પ્રભાવિત થશે.

23 માર્ચે વિક્ષેપ ફરી સક્રિય થશે. ભારે પવન સાથે મધ્યમ વરસાદની અપેક્ષા છે. અન્ય જિલ્લાઓમાં પણ હળવો વરસાદ પડી શકે છે. ખેડૂતોએ ઘઉં, ચણા, મસૂર, શાકભાજી વગેરે પાકોના ખેતરમાંથી શક્ય તેટલી વધુ પાણી નિકાલની વ્યવસ્થા કરવાની સલાહ અપાઈ છે.

પશ્ચિમ યુપીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સોમવારે રાતથી મંગળવાર સવાર સુધી વરસાદ પડ્યો હતો. માર્ચ મહિનામાં વરસાદે છેલ્લા 43 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. બે દિવસમાં 102.4 મીમી વરસાદ નોંધાયો હતો.આ સાથે જ  તાપમાન માઈનસ દસ ડિગ્રી હતું. 24 અને 25 માર્ચે પણ વરસાદની સંભાવના છે.

હવામાન કચેરીમાં દિવસનું મહત્તમ તાપમાન 21.7 ડિગ્રી અને રાત્રિનું લઘુત્તમ તાપમાન 15.0 ડિગ્રી અને વરસાદ 62.2 મિમી નોંધાયો હતો જ્યારે બે દિવસમાં 102.4 ડિગ્રી વરસાદ નોંધાયો હતો. જાણકારી પ્રમાણે 1980થી અત્યાર સુધીમાં 2023માં સૌથી વધુ વરસાદ થયો છે. અગાઉ 2015માં 99.8 મીમી વરસાદ નોંધાયો હતો.

ખેડૂતોનો પાક ખેતરોમાં તૈયાર છે અને કમોસમી વરસાદ સાથે પવન પણ આફત બની ગયો છે. ઘઉં, બટાટા અને સરસવને સૌથી વધુ નુકસાન થયું છે. સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજીના હવામાનશાસ્ત્રી ડો. આરએસ સેંગરનું કહેવું છે કે આ વખતે વરસાદ પાક માટે અનુકૂળ નથી. વરસાદના કારણે ઘઉં અને સરસવમાં 15 થી 20 ટકા નુકશાન થવાની સંભાવના છે.