- બેંગલુરુમાં વરસાદનો 32 વર્ષો રેકોર્ડ તૂટ્યો
- પુરના કારણે સ્થિતિ બેહાલ બની
- 300 કરોડના પેકેજની રાજ્ય સરકારે જાહેરાત કરી
બેંગલુરુઃ- કર્ણાટકની રાજધાની બેંગલુરુની સ્થિતિ પુરના કારણે બેહાલ બની છે, વરસાદે અહી છેલ્લા 32 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે જેના કારણે સમગ્ર વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, રવિવારથી અવિરત વરસેલા વરસાદથી અહી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.
હાલ જો બેગલુરુની સ્થિતિની વાત કરીએ તો વરસાદથી અહીના લોકોની મુશ્કેલીઓ વધી છે. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી થયેલી જોવા મળે છે અને અનેક વાહનો ડૂબી ગયા છે. ઘણા વ્યસ્ત રસ્તાઓ પર પાણી વહેતું જોવા મળ્યું હતું. પૂર બાદ પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાય છે
પુરની સ્થિતિના કારણે ટ્રાફિક જામ થયેલો જોવા મળે છે. શહેરના અનેક તળાવો અને નાળાઓ ધરાશયી થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી જતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.
ગેંબલુરુની સ્થિતિને દજોતા રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે,કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ એ બેંગલુરુમાં પૂરને પહોંચી વળવા માટે 300 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે જેનો ઉપયોગ રસ્તાઓ, ટ્રાન્સફોર્મર્સ, ઈલેક્ટ્રીક પોલ અને શાળાઓ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી કરાશે.બોમાઈએ કહ્યું કે રોડ, ઈલેક્ટ્રીક પોલ, ટ્રાન્સફોર્મર્સ, શાળાઓ વગેરે જેવા ક્ષતિગ્રસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પુનઃસ્થાપિત કરવા માટે એકલા બેંગલુરુ માટે રૂ. 300 કરોડ ફાળવવામાં આવ્યા છે.આમ કુલ 600 કરોડ પેકેજની ઘોષણા કરી છે.
ઉલ્લેખનીય છે કે વાહનોને બદલે હોડીઓ શેરીઓમાં અથડાતી હોવાથી, દેશની આઇટી રાજધાની ડૂબી જવાની આરે છે કારણ કે એક અઠવાડિયામાં બીજી વખત વાદળ ફાટવાથી શહેરમાં પૂર આવ્યું છે. રસ્તાઓ ડૂબી ગયા છે, વાવાઝોડાના પાણીના ડ્રેઇન ઓવરફ્લો થઈ ગયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ઘણા ઘરો લગભગ ડૂબી ગયા છે કારણ કે પૂરને ક્યાંય બહાર કાઢવા માટે નથી. વાહનોની અવરજવર અટકી ગઈ છે, અને મુસાફરોને બહાર નીકળતા પહેલા સાવચેત રહેવાની સલાહ સૂચનાઓ અપાઈ છે.