દિલ્હીમાં વરસાદનો કહેર યતાવત – 53 વર્ષનો રેકોર્ડ બ્રેક થયો, તાપમાનમાં નોંધાયો ભારે ઘટાડો
- દિલ્હીમાં વરસાદનું જોર યથાવત
- છેલ્લા કેટલાક વર્ષોનો વરસાદે તોડ્યો રેકોર્ડ
- તાપમાન 10 ડિગ્રીથી નીચા આવ્યું
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ દિલ્હીમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગળના દિવસોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
દિલ્હીમાં છેલ્લા બે દિવસના વરસાદને કારણે શનિવારે તાપમાનમાં 10 ડિગ્રીનો ઘટાડો થયો હતો. ઓકટોબરના માત્ર બે દિવસમાં સામાન્ય કરતાં બમણો વરસાદ નોંધાયો છે. ઓક્ટોબરમાં સામાન્ય રીતે 28 મીમી વરસાદ પડે છે, પરંતુ 7 અને 8 ઓક્ટોબર સુધીમાં 56 મીમી વરસાદ પડી ગયો છે આ સાથે જ દિલ્હીમાં 8 ઓક્ટોબરે દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચેના તફાવતે છેલ્લા 53 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે
પ્રાપ્ત વિગત પ્રમાણે રાજધાની દિલ્હીમાં વરસાદના કારણે માર્ગો પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી રહી છે તો બીજી તરફ તાપમાનમાં 10 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
રાજધાની વરસાદની સાથે ઠંડો પવન ફૂંકાવાના કારણે હવાની ગુણવત્તામાં સુધારો થયો છે. આ સાથે જ જાણે શિયાળાની શરુાત થવાનો અનુભવ થી રહ્યો છે.દિલ્હી એનસીઆરના હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિકે માહિતી આપતા જણાવ્યું કે એનસીઆરમાં વરસાદ નહીં પડે. તેમણે કહ્યું કે ગઈકાલે અમારા સ્ટેશન મયુર વિહારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.જો કે આ વરસાદનો અંતિમ દિવસ કહી શકાય.