- કેરળમાં કુદરતી કહેર યથાવત
- વરસાદના કારણએ 10 ડેમો માટે રેડ એલર્ટ જારી
- શુક્રવારથી જ સબરીમાલા મંદિર માટેની તીર્થ યાત્રા પણ બંધ કરાઈ
દિલ્હીઃ-છેલ્લા કેટલાક દિવસથી દેશના રાજ્ય કેરળ વરસાદની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે,અહીં વરસાદના લીધે અત્યાર સુધી ઘણું નુકશાન થઈ ચૂક્યું છે કેટલાક લોકોએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે ત્યારે કેરળમાં ભારે વરસાદને કારણે ઘણા ડેમોમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયેલો પણ જોઈ શકાય છે.
અવિરત પણે વરસી રહેલા વરસાદને કારણે સોમવારે રાજ્યના દસ ડેમો માટે ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે,આ એલર્ટ કરતી વખતે કક્કી ડેમના બે દરવાજા ખોલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.જેને કારણે, દક્ષિણ અને મધ્ય કેરળની ઘણી બધી નદીઓના જળ સ્તરમાં વધારો થનાર છે. રાજ્યના મહેસૂલ મંત્રી કે રાજને પથનામથિટ્ટા જિલ્લા કલેકટર કચેરીમાં વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ માહિતી આપી હતી. મહેસૂલ મંત્રી એ જણાવ્યું હતું કે રવિવાર સાંજથી વરસાદમાં ઘટાડો થયો હોવા છતાં પતનમતિટ્ટા ખાતે કક્કી ડેમમાં જળનું સ્તર ભયાનક સપાટી પર પહોંચ્યું છે.
તેમણે આ બાબાતને લઈને વધુમાં જણાવ્યું હતું કે 20 થી 24 ઓક્ટોબર વચ્ચે રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની સંભઆવનાઓ સેવાઈ રહી છે. આવી સ્થિતિમાં ડેમમાંથી 100 થી 200 ક્યુમેક પાણી છોડવું પડી શકે છે. જો આ ન કરવામાં આવે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. મહેસૂલ મંત્રીના જણાવ્યા મુજબ, કક્કી ડેમ ખોલવાથી પંપા નદીના જળસ્તરમાં 15 સેમી સુધીનો વધારો થઈ શકે છે. આ કારણે, સબરીમાલામાં ભગવાન અયપ્પા મંદિરમાં થુલા માસમ પૂજા માટેની યાત્રા શુક્રવારથી બંધ કરી દેવામાં આવી છે. રાજને કહ્યું, વર્તમાન પરિસ્થિતિમાં તીર્થયાત્રાને મંજૂરી આપવી શક્ય નથી. જો પંપા નદીમાં પાણીનું સ્તર વધુ વધે તો યાત્રાળુઓને સલામત રીતે બહાર કાઢવા મુશ્કેલ બનશે.
નદી તટ વિસ્તારના લોકોને રાહત શિબિરમાં ખસેંડવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે એનડીઆરએફની ટીમો પંપા નદીના કિનારે રહેતા લોકોને રાહત શિબિરોમાં લઈ જવા માટે કામગીરીમાં જોતરાય છે. જરૂર પડે તો હવાઈ માર્ગે લોકોને બહાર કાઢવાની તૈયારી કરવામાં આવી રહી છે. કેરળના જળ સંસાધન મંત્રી રોશી ઓગસ્ટિને જણાવ્યું હતું કે, પેરિયાર નદી પર ઇડુક્કી ડેમનું પાણીનું સ્તર સોમવારે સવારે 2396.86 ફૂટ પર પહોંચી ગયું છે, જ્યારે ડેમની સંપૂર્ણ ક્ષમતા 2403 ફૂટ છે. મંગળવાર સવાર સુધીમાં તે 2398.86 ફૂટ સુધી પહોંચવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં વિસ્તારના લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. ડેમમાં પાણીના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે તેના બે દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.