Site icon Revoi.in

અમરાનથ યાત્રામાં વરસાદે પહોંચાડી ખલેલ – સતત ત્રીજા દિવસે ખરાબ હવામાનને કારણે યાત્રા રદ કરાઈ

Social Share

 

શ્રીનગરઃ- દેશભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે કેટલાક રાજ્યોમાં વરસાદે પોતાનું રૌદ્રરુપ બતાવ્યું છે ત્યારે પહાડી વિસ્તારોમાં ભસ્ખલન જેવી ઘટનાઓમાં કેટલાકના મોત થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છએ આવી સ્થિતિમાં બાબા બર્ફાનીના દર્શન કરવા પહોંચેલા યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

1લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થયો ત્યારથી લઈને અત્યાસ સુધી હજારો લોકોએ બાબાબર્ફાનીના દર્શન કર્યા છે જો કે છેલ્લા ત્રણ દિવસથી હવામાનની સ્થિતિ બદલાતા યાત્રીઓને બાબાની ગુફા સુધી પહોંચતા અટકાવવામાં આવ્યા છે આજે સતત ત્રીજા દિવસે અમરનાથ યાત્રા અટકાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  રામબનમાં જમ્મુ-શ્રીનગર હાઈવેના ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત ભાગને કારણે જમ્મુથી આગળ અમરનાથ યાત્રા સોમવારે સતત ત્રીજા દિવસે સ્થગિત રહી હતી. હાલ  જમ્મુમાં 6 હજારથી વધુ યાત્રાળુઓ ફસાયેલા હોવાનું જણાવાી રહ્યું છે, ખાસ કરીને ભગવતી નગર બેઝ કેમ્પમાં ઘણા લોકો ફસાયા છે તો  5 હજારથી વધુ લોકો રામબન જિલ્લાના ચંદ્રકોટ બેઝ કેમ્પમાં ફસાયેલા જોવા મળે છે.તમામને યાત્રા કરતા અટકાવવામાં આવ્યા છે.