પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ચાતક નજરે રાહ જોવાય રહી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ઘાંસના ભાવમાં વધારો થયો છે. તેના લીધે પશુપાલકોની હાલક કફોડી બની છે. પશુપાલકો મોંઘાભાવનું ઘાંસ ખરીદી રહ્યા છે. જિલ્લામાં પશુપાલનનો મોટા વ્યવસાય છે, ગામડાંમાં પશુપાલન આજીવિકાનો મુખ્ય આધાર છે. ત્યારે ખેડુતો સાથે પશુપાલકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે.
ઉત્તર ગુજરાત વરસાદ ખેંચતા પશુ પાલકો સહિત ખેડૂતોની હાલત કફોડી બની છે. સામાન્ય રીતે 15મી જુન સુધીમાં વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે. પરંતુ બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોની ચિંતા વધી છે. સૌથી મોટી અસર પશુપાલન પર થાય છે, કારણ કે ઘાસચારો મોંઘો થયો છે અને પાણીના તળ પણ નીચા છે એટલે જો હજુ વરસાદ ખેંચાશે, તો ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી થઇ છે. સામાન્ય રીતે 15મી જુન સુધીમાં વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે અને ખેડૂતો પોતાના ખેતર ખેડીને તૈયાર કરી દેતા હોય છે. જોકે ખેડૂતોએ ખેતર તો ખેડીને તૈયાર કર્યો છે પરંતુ વરસાદ હજુ ખેંચાયો છે. બનાસકાંઠામાં હજી સુધી વરસાદ નથી થયો અને જેને કારણે ખેડૂતો ચિંતામાં છે. ત્યારે સૌથી વધુ વરસાદ ખેંચવાની અસર પશુપાલન પર થઈ છે. એક તરફ પાણીના તળ નીચે છે સિંચાઈના પાણીની સમસ્યા છે તો બીજી તરફ પશુ પાલન માટે ઘાસ ચારો પણ મોઘો થયો છે. ઘાસના પૂળા 20 થી 22 રૂપિયા હતા તેની જગ્યાએ અત્યારે 30 રૂપિયા જેટલો મોંઘા થયા છે. એટલે ઘાસચારો મોંઘો થવાથી ખેડૂતોની હાલત પણ કફોડી બની છે.
પશુપાલકોના કહેવા મુજબ બનાસકાંઠા જિલ્લામાં આ વખતે વરસાદ ખેંચાયો છે. વરસાદ ખેંચવાના કારણે ખેડૂતો પશુપાલકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. બનાસકાંઠા જિલ્લો એ પશુપાલન ઉપર નિર્ભર છે અત્યારે ઘાસચારાની પણ ખૂબ જ તંગી છે. સુકાપુળાના જે 20 થી 22 રૂપિયા હતા જે અત્યારે 30 રૂપિયા આજુબાજુ થઈ ગયા છે. એટલે પશુપાલકોને પોસાય તેમ નથી અને વરસાદ ખેંચાતા પાણીનો તળપણ ઊંડા ગયા છે.