Site icon Revoi.in

બેંગલુરમાં વરસાદનો કહેર – રસ્તાઓ પાણીમાં ગરકાવ, લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો

Social Share

બેંગલુરુઃ- દેશભરમાં વરસાદની મોસમ ચાલી રહી છે ત્યારે બેંગલુરુમાં વિતેલા દિવસને રવિવારથી જ અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકના ભારે વરસાદના કારણે મહાનગરના અનેક રહેણાંક સહિતના ક્ષેત્રોમાં પાણી ભરાઈ ગયા છે તથા મહાનગરોના અનેક ક્ષેત્રોમાં માર્ગો પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ બની છે.

આ સહીત બેંગ્લોરના કે.આર.માર્કેટ-સીલ્ક બોર્ડ જંકશન ઈકોસોપ સહિતના ક્ષેત્રમાં વરસાદના કારણે સેંકડો લોકોનું સવારથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. બેંગ્લોરના આઈટી હબ જેવા વ્હાઈટ ફિલ્ડમાં પણ પાણી ભરાયા છે.મુન્નેકોલાલુ અને બેલાંદુરના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા બ્રુહત બેંગલુરુ મહાનગરા પાલીકે  નાગરીક કામદારો અને રાગ પીકર્સનાં ટીન શેડ ઘરો પૂરથી ભરાઈ ગયા

બેંગલુરુના સરજાપુર ખાતે ભારે ચોમાસાના વરસાદ પછી બચાવકર્તાઓએ પૂરમાં ભરાયેલા રેઈન્બો ડ્રાઈવ લેઆઉટમાંથી કારને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. જાણકારી પ્રમાણએ બેંગલુરુના કેટલાક ભાગોમાં પીવાના પાણીનો પુરવઠો બે દિવસ માટે બંધ રહેશે. શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિકના પ્રવાહને અસર થઈ હતી જ્યારે અમુક ભાગોમાં બોટ અને ટ્રેક્ટર સેવામાં દબાઈ ગયા હતા.