- દિલ્હીમાં વરસાદે 32 વર્ષનો રેકોર્ડ તોડ્યો
- તાપમાનમાં થયો ઘટાડો
- 1989માં રાજધાનીમાં 79.7 મીમી પડ્યો હતો વરસાદ
દિલ્હી:રાજધાની દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં શનિવાર સુધી લગભગ 70 મીમી વરસાદ નોંધાયો છે, જે આ મહિનામાં છેલ્લા 32 વર્ષમાં સૌથી વધુ વરસાદ છે.ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી છે. IMDના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે,દિલ્હીમાં રાત્રે 9.30 વાગ્યા સુધી 69.8 મિમી વરસાદ નોંધાયો હતો.
અગાઉ જાન્યુઆરી 1989માં રાષ્ટ્રીય રાજધાનીમાં 79.7 મીમી વરસાદ પડ્યો હતો. IMDએ કહ્યું કે શનિવારે દિલ્હીમાં વરસાદને કારણે મહત્તમ તાપમાન સાત ડિગ્રી ઘટીને 14.7 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું, જે સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું મહત્તમ તાપમાન છે.
સફદરજંગ વેધશાળામાં શનિવારે સવારે 8 વાગ્યા સુધી પાંચ મિમી વરસાદ નોંધાયો હતો. IMDએ જણાવ્યું હતું કે,લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સરેરાશ કરતા ચાર ડિગ્રી વધારે છે.
હવામાન વિભાગે કહ્યું કે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં 21 થી 23 જાન્યુઆરી સુધી વ્યાપક વરસાદની સંભાવના છે.
આગાહી અનુસાર, રવિવારે પણ દિલ્હીમાં વરસાદ ચાલુ રહેશે અને તેનાથી પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થવાની ધારણા છે.