Site icon Revoi.in

ગિરિમથક સાપુતારામાં વનરાજી સોળેકળાએ ખીલી ઊઠી, સર્પગંગા તળાવ છલકાયું

Social Share

નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં સાપુતારા હીલ વિસ્તાર સોળેકળાએ ખીલી ઊઠ્યો છે. સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા પડ્યો છે. વહેલી સવારથી વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારાનું વાતાવરણ અહલાદક બન્યું છે, સાપુતારા સહિત ઘાટ માર્ગ ઉપર વાદળિયા વાતાવરણ વચ્ચે વાહન ચાલાવવામાં તકલીફ થઈ હતી લોકોએ હેડ લાઈટ ચાલુ રાખી વાહનો ચલાવવાની ફરજ પડી હતી.સીઝનમાં પહેલી વાર સર્પગંગા તળાવ છલકાતા નવાગામના સ્થાનિક રહીશો અને સાપુતારા હોટેલ સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ ને લઈને કુદરતી સૌંદર્યને ચારચાંદ લાગ્યા છે, અટકીટકીને વરસતા વરસાદને પગલે ઘાટ માર્ગ ઉપર વાદળછાયું વાતાવરણ રહેતા ઝીરોવીસીબીલીટી નો માહોલ સર્જાયો હતો. જેના પગલે વાહન ચાલકોને મુશ્કેલી જણાઈ હતી, જોકે આજે પડેલા વરસાદ ને પગલે એક સમયે નવાગામ ના લોકો પાણી ની તંગી દૂર થઈ છે. એક સપ્તાહ પહેલા નવાગામના લોકો પીવાના પાણીની લઈને ચિંતા કરતા હતા ત્યારે આજે ગિરિમથક ખાતે આવેલી હોટેલો અને સ્થાનિક લોકોને આખું વર્ષ પાણી પૂરું પાડતા સર્પગંગા તળાવને છલકાતું જોઈ સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે.

નવસારી જિલ્લામાં ખાસ કરીને ડાંગર અને શેરડીનો પાક મોટા પ્રમાણમાં થતો હોય છે, એટલે કે આશા બતાવતા વરસાદે હાલ રાહત કરાવી છે. ડાંગર અને શેરડી એવા પાકો છે. જેમને પાણી વધુ પ્રમાણમાં જોઈએ છે. જેના કારણે ખેડૂતો દુવિધામાં હતા પણ આશાનું કિરણ લઈને આવેલો વરસાદે ખેડૂતોને રાજી કરી દીધા છે. તેમજ વાતવરણમાં અસહ્ય બફારાને લઈને વાઇરલ ફીવરના કેસો પણ વધ્યા હતા. હાલ વાતવરણમાં ઠંડક થતા જિલ્લાવાસીઓને હાશકારો થયો છે. નવસારી જિલ્લામાં બેવડી ઋતુનો અહેસાસ શહેરીજનો કરી રહ્યા હતા, ત્યારે વરસાદ વરસતા શહેરમાં ઠંડક પ્રસરી છે. સાથે જ લોકોને ગરમીથી પણ મુક્તિ મળી છે.