Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહીતના રાજ્યોમાં આજથી બે દિવસ વરસાદની શક્યતાઓઃ હવામાન વિભાગની આગાહી

Social Share

દિલ્હીઃ દેશભરમાં ચોમાસું અડઘપ વિતી ગયા હોવા છત્તા કેટલાક રાજ્યોમાં જોઈતો વરસાદ લવરસ્યો નથી, ખેડૂતો વરસાદ ન પડતા ચિંતામાં મૂકાયા છે, ત્યારે હવે લોંબા વિરામ બાદ ફરી ચોમાસુ સક્રિય થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, હવામાન વિભઆગે ગુજરાત સહીતના રાજ્યોમાં આજથી બે દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગ એ દેશના દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ અને ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 ઓગસ્ટ સુધી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તરાખંડના ઘણા ભાગોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે હળવું વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે જ હળવા વરસાદની પણ સંભાવના છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 33 અને 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.

ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સોમવારે ઉત્તર પ્રદેશમાં રાજસ્થાનના ચંદૌસી, બડાયું, મુરાદાબાદ, બરેલી, સંભલ, એટા, કાસગંજ અને રાજસ્થાનના લક્ષ્મણગઢ નગર, બયાના અને આસપાસના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે,હવામાન વિભાગે યલો એલર્ટ પણ જારી કર્યું છે.

સ્થાનિક હવામાન વિભાગે ઉત્તર બિહાર, બેગુસરાય, ખાગરીયા, કિશનગંજ, પશ્ચિમ ચંપારણ, અરરિયા અને ગોપાલગંજમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ આ જિલ્લાઓ માટે આગામી બે દિવસ ભારે વરસાદ પડી શકે છે.

બીજી તરફ આંધ્રપ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ અને નજીકના પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાયું છે. આ ઓછા દબાણ અને ચક્રવાતી પરિભ્રમણને કારણે, તટીય આંધ્ર પ્રદેશ અને રાયલસીમાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે.જો હવામાન વિભઆગની આગાહી સાચી સાબિત થાય છે તો અનેક રાજ્યોમાં આજે ઠંડકની અનુભુતી થશે, આ વર્ષ દરમિયાન મોટા ભાગે વરસાદથી વંચિત રહેલા ગુજરાત જેવા રાજ્યમાં જો વરસાદનું આગમન થશે તો લોકોમાં ખુશીની લહેર લાવશે, તે વાત તો સાચી.