Site icon Revoi.in

દિલ્હી-NCRમાં વરસાદને કારણે પ્રદૂષણ ઘટ્યું,આનંદ વિહારમાં AQI 162 નોંધાયો

Social Share

દિલ્હી: રાજધાની દિલ્હીમાં ભારે વરસાદને કારણે દિલ્હી-એનસીઆરમાં લોકોને વાયુ પ્રદૂષણ અને ધુમ્મસથી રાહત મળી છે. મધ્યરાત્રિ સુધી દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં હતી. આ સમયગાળા દરમિયાન AQI આનંદ વિહારમાં 462, આરકે પુરમમાં 461, પંજાબી બાગમાં 460 અને ITOમાં 464 નોંધાયો હતો.દિલ્હી-એનસીઆરમાં વરસાદને કારણે વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઘણી જગ્યાએ AQI ઘટીને 100 થી પણ ઓછા થઈ ગયો છે. આનંદ વિહારમાં 162, નવી દિલ્હીમાં 85, રોહિણી 87, પંજાબી બાગ 91 અને શાહદરા AQI 97 નોંધાયો હતો, જે નબળી શ્રેણી દર્શાવે છે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર ગુરુવારે હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં રહી હતી. ગુરુવારે દ્વારકા સેક્ટર 8માં 459, આર.કે.પુરમમાં 453, ન્યુ મોતીબાગમાં 452, નહેરુ નગરમાં 452, નજફગઢમાં 449, આઈજીઆઈ એરપોર્ટમાં 446, પંજાબી બાગમાં 445, આઈટીઓમાં 441, વજીરપુરમાં 439, શાદીપૂરમાં 438, બવાનામાં 437, પટપડગંજમાં 434, ઓખલામાં 433, જહાંગીરપુરીમાં 433, આનંદ વિહારમાં 432, મુંડકામાં 428, સોનિયા વિહારમાં 423, સિરીફોર્ટ દિલ્હીમાં 422 અને DTUમાં AQI 402 નોંધાયો હતો, જે ગંભીર શ્રેણી સૂચવે છે.

SAFAR ઈન્ડિયા અનુસાર, 8 નવેમ્બરે દિલ્હીમાં PM 2.5ની માત્રા 247 નોંધાઈ હતી. જે ખરાબ શ્રેણી દર્શાવે છે. જ્યારે PM 10 ની માત્રા 426 નોંધાઈ હતી જે સરેરાશ કરતા બમણી છે.  ગુરુવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું. મળતી માહિતી મુજબ બુધવારે બપોર અને સાંજથી પવનની દિશા બદલાવાને કારણે પ્રદૂષણનું સ્તર વધ્યું હતું.