આંઘ્ર પ્રદેશમાં વરસાદથી તબાહીના દ્રશ્યો સર્જાયા -રસ્તાઓ પાણીમાં ગરકાવ, 24 લોકોના મોત
- આંધ્ર પ્રદેશમાં વરસાદનો કહેર
- 24 લોકોના મોત
- રસ્તાો પણ પાણી ભરાયા
- હાલ પણ કેટલાક લોકોના કોઈ પત્તો નથી
વિશાખાપટ્ટનમ- આંઘ્ર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે જેને લઈને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, તો જનજીવન પર તેની માઠી અસર પડી છે, ક્ટાલાક લોકો પાણીમાં ગીમ થયા છે જેનો હાલ પણ કોઈ પતો મળ્યો નથી તો આત્યાર સુધી 24 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
રાજ્યમાં વરસાદને કારણે ભારે વિનાશ સર્જાયો છે. અવિરત વરસાદને કારણે ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગુમ થયા છે. કડપા જિલ્લામાં, મુશળધાર વરસાદના કારણે આવેલા પૂરમાં 13 લોકોના મોત થયા છે. અનંતપુરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં સાત અને ચિત્તૂર જિલ્લામાં ચાર લોકોના મોત થયા હતા. ઘણા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સતત બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
વધતા નદીઓના જળ સ્તરને કારણે રાયલસીમાના ત્રણ જિલ્લામાં પૂર આવ્યા, કેટલાક સ્થળોએ સંપર્કવિહોણા બન્યા છે, સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું. ઘણી જગ્યાએ રસ્તાઓ કેનાલમાં ફેરવાઈ ગયા હતા અને વાહનો ધોવાઈ ગયા હતા. 1 હજાર 544 ઘરોને નુકસાન થયું હતું, 3.4 હેક્ટર કૃષિ ક્ષેત્રો પાણીમાં ડૂબી ગયા હતા, અને સેંકડો પશુઓ પણ ખોવાઈ ગયા હતા. આ જિલ્લાઓમાં સાર્વજનિક સંપત્તિને અંદાજે 8,206.57 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
કુડ્ડાપાહ જિલ્લાના રાજમપેટા મતવિસ્તારમાં, ચેયેરુ નદીમાં અચાનક આવેલા પૂરમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે 12 અન્ય લોકો હજુ સુધી શોધી શક્યા નથી. એસડીઆરએફ પોલીસ અને ફાયર સર્વિસના જવાનોએ કુડ્ડાપાહ અને ચિત્તૂર જિલ્લામાં પૂર પ્રભાવિત સ્થળોએથી દસેક લોકોને બચાવ્યા.
એનડીઆરએફે પૂરને કારણે કપાયેલા છ ગામો સાથે સંપર્ક પુનઃસ્થાપિત કર્યો છે. બાકી રહેલા એક ગામ સાથે જોડાણ સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે. આઈએએફ ટીમે Mi-17 હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને જેસીબીમાં ફસાયેલા દસ લોકોને બચાવવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું.