Site icon Revoi.in

આસામમાં વરસાદથી સર્જાયા તબાહીના દ્રશ્યો – વાવાઝોડા અને વીજળી પડવાથી અત્યાર સુધી 14ના મોત,અનેક ગામો અસરગ્રસ્ત

Social Share

દિલ્હીઃ- જ્યાં એક તરફ દેશભરમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યા બીજી તરફ આસામમાં વરસાદે તાંડવ કર્યું છે,આસામમાં વરસી રહેલા વરસાદ અને વાવાઝોડાએ અનેક ગામોને પ્રભાવીત કર્યા છે.આ સાથે જ કેટલાક લોકોએ આ તબાહીમાં પોતાના જીવ પણ ગુમાવ્યા છે.જનજીવન અનેક ગામોમાં ખોરવાયું છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આજરોજ રવિવારે રાજ્યમાં ભારે વરસાદ,વિજળી પડવી અને વાવાઝોડાના કારણે મૃતકઆંક 14 પર પહોંચ્યો છે. આ પહેલા શનિવારે કુલ 8 લોકોના મોત થયા હતા,ઉલ્લેખનીય છે કે  15 એપ્રિલે ડિબ્રુગઢ જિલ્લાના ટિંગખોંગ વિસ્તારમાં ચાર, બારપેટા જિલ્લામાં ત્રણ અને 14 એપ્રિલે ગોલપારા જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું હતું. ગોલપારા, બારપેટા, ડિબ્રુગઢ, કામરૂપ, નલબારીના 592 ગામોમાં કુલ 20 હજાર 286 લોકો પ્રભાવિત થયા છે.

આ સાથે જ વિતેલા દિવસને શનિવારે, ASDMA રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચિરાંગ, દારંગ, કચર, ગોલાઘાટ, કાર્બી આંગલોંગ, ઉદલગુરી, કામરૂપ જિલ્લામાં ભારે તોફાન આવ્યું છે.

જાણકારી પ્રમાણે ડિબ્રુગઢ જિલ્લાના ટિંગખોંગ વિસ્તારમાં વાવાઝોડાને કારણે વાંસના ઝાડ ધરાશાયી થતાં એક સગીર બાળકી સહિત ચાર લોકોના મોત થયા હતા. ગોલપારા જિલ્લાના મતિયા વિસ્તારમાં વીજળી પડવાથી 15 વર્ષના સગીરનું મોત થયું હતું. ગઈકાલે એએસડીએમએના અહેવાલમાં એમ પણ જણાવાયું હતું કે 5,809 કચ્છી મકાનો અને 655 પાકાં મકાનોને આંશિક નુકસાન થયું છે, રાજ્યના 12 જિલ્લાઓમાં 34 અન્ય સંસ્થાઓ પણ ભારે વરસાદ અને તોફાનથી પ્રભાવિત થઈ છે.

ઉલ્આલેખનીય છે કે સામના જૂદા જૂદા વિસ્તારોમાં વરસાદના કારણે તબાહીના દર્શ્યો સર્જાયા છે કેટચલાક ગામો અસરગ્ર્સત બન્યા છે તો કેટાલક લોકો સંપર્ક વિહોણા બન્યા છે,