Site icon Revoi.in

કચ્છમાં વરસાદ ખેંચાતા પાણીની વિકટ સમસ્યા ઉભી થવાની શકયતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી છે પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં હજુ જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. જેથી ખેડૂતોની ચિંતામાં મુકાયાં છે. કચ્છમાં જો આગામી દિવસોમાં કચ્છમાં વરસાદ નહીં વરસેતો આવનારા દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

કચ્છના મોટાભાગના ડેમના તળિયા દેખાઈ રહ્યાં છે. તેમજ ભુગર્ભ જળ ઉચેલાઈ ગયા છે અને બોરકુવા રિચાર્જ કરતા નથી. ખારો પટ્ટ વિસ્તાર ધરાવતા કચ્છમાં પાણીની સમસ્યા વર્ષો જુની છે. કચ્છના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હોવાથી ઘાસચારા અને પાણીની જરૃરિયાત રહે છે. જો કે, કચ્છમાં સરેરાશ ત્રીજા વર્ષે ઓછો વરસાદ પડતો હોવાથી પાણીની તંગી કાયમ રહેતી હોય છે. ત્યારે, હાલ પણ પાણી અને ઘાસચારાની કારમી તંગી છે. કચ્છના બે ત્રણ તાલુકાને બાદ કરતા અન્યત્ર એકાથી દોઢ બે ઈંચ વરસાદ પણ વરસ્યો નથી. કચ્છમાં વરસાદની ઘટના કારણે વરસોવરસ જળ સંકટ ઘેરુ બનતુ જાય છે. કચ્છભરમાં ભુર્ગભજળમાં ઘરખમ ઘટાડો થયો છે. ત્યારે પશુપાલકો અને ખેડૂતોને ભવિષ્યમાં હિજરત કરવી પડે તેવો પ્રશ્ર ઉભો છે. છેવાડાના વિસ્તારોમાં તો ટેન્કર પર આજે પણ મદાર રાખવો પડે છે. જો આગામી દિવસોમાં કચ્છમાં સારો વરસાદ નહીં વરસે તો પાણીની વિકટ સમસ્યા ઉભી થવાની શકયતા છે.