મહારાષ્ટ્રમાં વરસાદી માહોલઃ મુંબઈ અને આસપાસ વિસ્તારમાં ભારે વરસાદ
પૂણેઃ મુંબઈ અને તેના આસપાસના વિસ્તારો થાણે, પાલઘર, સિંધુદુર્ગ,, રત્નાગીરી, અને રાયગઢમાં, ભારે વરસાદ વરસ્યો છે.. હવામાન વિભાગે આ વિસ્તારો માટે વિશેષ રૂપથી ચેતવણી જાહેર કરી છે.. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે.. IMD એ આ ચેતવણી આગામી 16 જુલાઈ સુધી આપેલ છે.
ભારે વરસાદના કારણે મુંબઈમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈના એરપોર્ટના એન્ટ્રી, એક્ઝીટ ગેટ,, અને અંધેરી સહીત Sub-Way માં પાણી ભરાઈ ગયા હતા.. તો બીજી તરફ,, ઉત્તરપ્રદેશમાં સતત વરસી રહેલ વરસાદના કારણે નદીઓ ભયજનક સપાટીએ વહી રહેલ છે.
પ્રદેશના 17 જીલ્લાઓમાં પુરના કારણે 732 થી વધારે ગામો પ્રભાવિત થયા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે.. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.