Site icon Revoi.in

ગુજરાતમાં વરસાદી માહોલઃ ચાર દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસુ જામી રહ્યું છે. દરમિયાન હવામાન વિભાગે ગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મહેર વરસાવતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. જો કે, હજુ સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નહીં હોવાથી ખેડૂતો ચિંતિત બન્યાં છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ વરસવાની શકયતાઓ વ્યક્ત કરી છે. જ્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું.

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ વરસ્યો નહીં હોવાથી ખેડૂતો ચિંતિત બન્યાં છે.