Site icon Revoi.in

ગુજરાતમાં વરસાદી માહોલઃ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સવારથી જ અમદાવાદ સહિત અનેક શહેરો અને નગરોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન મહેસાણાના વિજાપુરમાં સવારે ચાર કલાકમાં જ ધોધમાર આઠ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. તેમાં સૌથી વધુ બનાસકકાંઠાના વડગામમાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો ખેડાના નડિયાદમાં 4 ઇંચ અરવલ્લીના મેઘરજમાં પણ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના બગસરામાં 3 ઇંચથી વધુ તો  દહેગામમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે રાજ્યભરમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદી ઝાપટા શરુ થયા છે. અમદાવાદમાં સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે હળવો વરસાદ થઈ રહ્યો છે. તો આજે દક્ષિણ ગુજરાત અને દમણ – દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. વિજાપુરમાં સવારે 6 થી 10 સુધીમાં જ  8 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો વસાઈ ગામમાં ભારે વરસાદને પગલે 6 માસ પહેલા બનાવાયેલી  સંરક્ષણ દિવાલ ધોવાઈ ગઈ છે. તો ઉદલપુર ગામમાં તળાવનું પાણી ઘૂસી જતા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.  તો બીજી તરફ વિસનગર તાલુકાનું ઉદલપુર ગામ પાણીમાં ગરકાવ થયુ છે. ગટર લાઈન અને વરસાદી પાણીનું જોડાણ એક જ લાઈનમાં હોવાથી ગામના તળાવનું પાણી ગામમાં ફરી વળ્યું.

 

#GujaratRains #AhmedabadRain #HeavyRainfall #MonsoonSeason #GujaratWeather #RainyDays #FloodAlert #WeatherUpdate #IndiaWeather #MonsoonWeather