ગુજરાતમાં વરસાદી માહોલઃ ચાર દિવસ વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે. ત્યારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર,, નર્મદા, ભરૂચ, તાપી, રાજકોટ, જામગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી,ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે.
દરમિયાન અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં આજે સવારથી જ આકાશમાં વાદળો છવાયાં હતા.
સુરતમાં ધોધમાર વરસાદના પગલે, પોલીસ સ્ટેશનની બહાર જ પાણી ભરાયા હતા. તો રાજુલાની મુખ્ય બજારમાં પણ પાણી ફરી વળ્યાં હતા. રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જૂનના રોજ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા છે. ભરૂચમાં વાદળ છાયા વાતાવરણમાં ઝરમર ઝરમર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેમાં વરસાદી ઝાપટાંના કારણે વાતાવરણમાં થોડી ઘણી ઠંડક પ્રસરી હતી.પરતું હજી પણ ધોધમાર વરસાદ નહિ વરસતા લોકો સારા વરસાદની થવાની રાહ જોઈ રહ્યા છે.