સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલઃ જળાશયોમાં નવા પાણની આવક, નદી-નાળા છલકાયાં
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચુક્યો છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળો ઉપર મેઘમહેર થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં વરસાદને પગલે જળાશયોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે અમરેલી અને જૂનાગઢમાં નદી-નાળા છલકાયાં હતા. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.
જૂનાગઢ જિલ્લાના બિલખા, ઉમરાળી ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિસાવદરમાં તો એક જ કલાકમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો અમરેલીના વિઠ્ઠલપુર, ખંભાળીયા, ફતેપુર અને કેરીયાચાડ, મોટા આકડીયા, અમરાપુર સહિતના ગામમાં પણ વરસાદ થયો હતો. અને કેરીયાચાડ ગામે સ્થાનિક નદીમાં પૂર આવી ગયું હતું. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં અમરેલીના કેરિયાચાડની સ્થાનિક નદીમાં તો જૂનાગઢ જિલ્લામાં આવેલી ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં હળવા વિરામ બાદ કાલથી ફરીથી વરસાદ વરસાવનું શરૂ થયું હતુ. જેમાં સૌથી વધુ વરસાદ વિસાવદર અને તેના ગ્રામ્ય પંથકમાં થયો હતો. તો બીજી તરફ જૂનાગઢ પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં 5થી 7 ઈંચ સુધીનાં ભારે વરસાદથી નદી-નાળા છલકાઈ ઉઠયા હતા અને કેટલાક કોઝ વે પર પાણી ભરાઈ જતા સ્થાનકિ અવરજવર બંધ થઈ ગઈ હતી. અમરેલી જિલ્લામાં બપોર બાદ ધીમી ધારે તેમજ ઝાંપટા સ્વરૂપે સતત વરસાદ ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણેક દિવસ વરસાદની આગાહી કરી છે.