Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યોઃ ખેડૂતોમાં ફેલાઈ ખુશી

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં ખુશી વ્પાયી હતી. વહેલી સવારે સુરત સીટી, ચોર્યાસી તથા ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલી જામ્યો હતો. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લામાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં દિવસ દરમિયાન સૌથી વધુ 123 મી.લિ. એટલે કે પાંચ ઈચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આવી જ રીતે ઓલપાડમાં 95 મી.લી., સુરત સીટીમાં 87 મી.લી., કામરેજમાં 39 મી.લી., પલસાણામાં 30 મી.લી., ઉમરપાડામાં 40 મી.લી., બારડોલીમાં 15,  માંગરોળમાં 16, મહુવામાં 7 તથા માંડવી તાલુકામાં નહીવત વરસાદ નોંધાયો હતો.

રાહત કમિશનરની સુચના અનુસાર આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય સુરત જિલ્લાના  તમામ લાયઝન અધિકારીઓ, નોડલ અધિકારીઓ, તમામ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીઓને સાવચેતીના તમામ પગલાઓ લેવા જિલ્લા ડિઝાસ્ટર કક્ષ દ્વારા જણાવાયું છે.