Site icon Revoi.in

રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ફરી વધી – ઈડી એ પોર્નોગ્રાફી મામલે કેસ દાખલ કર્યો

Social Share

 

મુંબઈઃ- બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુન્દ્રા છેલ્લા ઘણા સમયથી સમાચારની હેડલાઈનમાં જોવા મળએ છે ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચાનો વિષય બનતા જોવા મળ્યા છે. મળતી માહિતી પ્રમાણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ રાજ કુન્દ્રા સામે ગયા વર્ષે સામે આવેલા કથિત પોર્ન રેકેટના સંબંધમાં કેસ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં 20 જુલાઈએ રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી.

જુલાઈ મહિનામાં રાજ કુન્દ્રાની ધરપકડ પહેલા મુંબઈ પોલીસે ફેબ્રુઆરીમાં આ કેસમાં પાંચ લોકોની અટકાયત કરી હતી. આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ કથિત રીતે અશ્લીલ ફિલ્મો બનાવી રહ્યા હતા અને લોકોને વેબ સિરીઝ અથવા બોલિવૂડ ફિલ્મોમાં રોલ આપવાનું કહી છેતરતા હતા. મહત્વાકાંક્ષી મોડેલો અને કલાકારોને ફિલ્મી ભૂમિકાઓનું વચન આપવામાં આવ્યું હતું અને આ પોર્નોગ્રાફિક ફિલ્મો કરવા માટે કહેવામાં આવ્યું હતું.

આ શૂટિંગ મડ આઇલેન્ડ અથવા મલાડમાં અક્સા પાસે ભાડાના બંગલા અથવા એપાર્ટમેન્ટમાં થયું હતું. શૂટિંગ દરમિયાન આરોપી અભિનેત્રીઓને અલગ સ્ક્રિપ્ટ શૂટ કરવા માટે કહેતો હતો અને નગ્ન દ્રશ્યો શૂટ કરવાનું પણ કહેતો હતો. જો કોઈ અભિનેત્રીએ ના પાડી તો તેને કથિત રીતે ધમકી આપવામાં આવી અને પછી શૂટિંગનો ખર્ચ ચૂકવવા માટે કહેવામાં આવ્યું.

મુંબઈ પોલીસે પોર્નોગ્રાફી ફિલ્મોના કેસમાં તેની તપાસ ચાલુ રાખી, ત્યારે તેમને હોટશોટ્સની સંડોવણી વિશે જાણ થઈ. વધુ તપાસમાં જાણવા મળ્યું કે રાજ કુન્દ્રાની ફર્મ, વિઆનનો યુકે સ્થિત ફર્મ કેનરીન સાથે કરાર હતો, જે હોટશોટ્સ એપ ધરાવતી હતી. આ પેઢી બ્રિટનમાં રાજ કુન્દ્રાના સાળાની માલિકીની હતી. હોટશોટ એપનો ઉપયોગ પોર્નોગ્રાફિક ક્લિપ્સ અપલોડ કરવા માટે થતો હતો.રાજ કુન્દ્રાની સાથે તેમની કંપનીના આઈટી હેડ રેયાન થોર્પની પણ પોર્ન રેકેટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જામીન પર મુક્ત થયા હતા.ત્યારે ગવે તેના સામે ઈડી એ કેસ દાખલ કર્યો છે.જેથી તેની મુશ્કેલીઓમાં વધારો થયો છે.