રાજામૌલીને RRR માટે ‘બેસ્ટ ડાયરેક્ટર’નો મોટો અમેરિકન એવોર્ડ મળ્યો,ફિલ્મને ઓસ્કારની રેસમાં મળશે ફાયદો
મુંબઈ:એસએસ રાજામૌલીની ફિલ્મ RRR એ આ વર્ષે વિશ્વભરમાં ઘણી કમાલ કરી હતી.ભારતની સાથે સાથે વિદેશોમાં પણ જોરદાર કમાણી કરનારી આ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ માટે મોકલવાની ઘણી માંગ ઉઠી હતી.જોકે, રાજામૌલીની ફિલ્મને ભારતમાંથી ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કેટેગરીમાં પસંદ કરવામાં આવી ન હતી.પરંતુ RRRના નિર્માતાઓએ આ ફિલ્મને 14 અલગ-અલગ કેટેગરીમાં ઓસ્કાર માટે સબમિટ કરી છે અને તેનું અભિયાન શરૂ કરી દીધું છે.
હવે એવા સમાચાર આવી રહ્યા છે જે RRRના ઓસ્કાર અભિયાનને વેગ આપશે.ડાયરેક્ટર રાજામૌલીને ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલ એવોર્ડ્સમાં ‘બેસ્ટ ડિરેક્ટર’નો એવોર્ડ આપવામાં આવ્યો છે. ભારતીય સિનેમા માટે આ એક મોટી તક છે, જે વિશ્વમાં પોતાની મજબૂત ઓળખ નોંધાવી રહી છે.ન્યૂ યોર્ક ફિલ્મ ક્રિટીક્સ સર્કલ (NYFCC) એ અમેરિકામાં ફિલ્મ વિવેચકોની સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક છે.
સંસ્થામાં ન્યૂયોર્ક સ્થિત સામયિકો અને અખબારોના 30 થી વધુ ફિલ્મ વિવેચક સભ્યો છે.તેથી જ એનવાયએફસીસી એવોર્ડને ખૂબ જ આદરણીય ગણવામાં આવે છે. એવામાં, RRR માટે NYFCC એવોર્ડ મેળવતા રાજામૌલી કહે છે કે,ફિલ્મને લઈને વિવેચકોમાં ખૂબ જ સારું વાતાવરણ છે.ઉપરથી આવા આદરણીય પુરસ્કારો મળ્યા પછી, ઓસ્કાર એકેડમીના સભ્યો ગંભીરતાથી ફિલ્મને તેમની પસંદગીમાં રાખશે.