- ગોતસ્કરીના આરોપમાં મુનફેદ નામના શખ્સની પિટાઈ
- મુનફેદને હોસ્પિટલમાં સારવાર માટે કરાયો છે દાખલ
રાજસ્થાનના અલવર જિલ્લામાં મોબ લિંચિંગની એક ઘટના સામે આવી છે. ગોતસ્કરીના આરોપમાં મુનફેદ ખાન નામના એક શખ્સની રવિવારે મોડી રાત્રે પિટાઈ કરવામાં આવી હતી. મુનફેદની હાલત ગંભીર છે અને તેને સાહજહાંપુરની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. મુનફેદ પર ગોતસ્કરીના ઘણાં મામલા નોંધાયેલા છે. ડોક્ટરો પ્રમાણે, મુનફેદના શરીરમાં ઘણાં ફ્રેક્ચર થયા છે.
અલવર પોલીસ પ્રમાણે, મોડી રાત્રે ખુસાની ઢાણીમાં ભીડે મુનફેદ ખાનને ઘેરી લીધો હતો. તેની ગાડીમાંથી 7 ગોવંશ જપ્ત થયા હતા. આ દરમિયાન લોકોએ તેને માર માર્યો હતો. પોલીસે ભીડથી બચાવીને મુનફેદને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. તેની હાલત ગંભીર છે. તાજેતરના દિવસોમાં મુનફેદખાન શાહજહાંપુર પોલીસની નાકાબંધી તોડીને ફરાર થઈ ગયો હતો. તે વખતે ગામના લાકોએ તેને પકડી લીધો હતો અને તેને માર માર્યો હતો.
રાજસ્થાનના અલવરમાં ગોતસ્કરી અને તેના કારણે મોબ લિંચિંગની ઘટનાઓ અવારનવાર બની રહી છે. 1 એપ્રિલ-2017ના રોજ પહલુ ખાન નામનો શખ્સ જ્યાં જયપુરથી ગાય લઈને પસાર થઈ રહ્યો હતો, તો કેટલાક લોકોએ તેની ખરાબ રીતે માર મારીને પિટાઈ કરી હતી. પોલીસે પહલુ ખાનને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
જુલાઈ- 2018માં અલવરમાં જ રકબરખાન નામના શખ્સની માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. રકબર ખાન ગાય લઈને જઈ રહ્યો હતો, ત્યારે કેટલાક કથિત ગૌરક્ષકે તેને ઘેરી લીધો અને તેને ખરાબ રીતે માર મારીને તેની પિટાઈ કરી હતી. હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન રકબરખાનનું મોત નીપજ્યું હતું.