રાજસ્થાનઃ જીપકાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં મહિલાઓ સહિત 11ના મોત, 7 ઘાયલ
દિલ્હીઃ રાજસ્થાનના નાગોર સ્થિત શ્રીબાલાજી નજીક આજે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં મધ્યપ્રદેશના 11 લોકોના મોત થયાં હતા. જ્યારે સાત વ્યક્તિઓનૈ ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. માર્ગ અકસ્માતમાં 11 વ્યક્તિઓના કરૂણ મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જીપકાર અને ટ્રેલર સામ-સામે ધડાકાભેર અથડાયાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર નૌખી બાયપાક પાસે પૂરઝડપે પસાર થતી જીપકાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે જીપમાં સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના સજ્જન ખેડા અને દોલતપુર ગામના હોવાનું જાણવા મળે છે. મૃતકોમાં આઠ મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. અસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેથી પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક હળવો કર્યો હતો.
દૂર્ઘટનાગ્રસ્દત જીપમાં 18 વ્યક્તિઓ મુસાફરી કરતા હતા. આ તમામ લોકો રામદેવરામાં દર્શન કર્યા બાદ દેશનોક કરણી માતાના દર્શન કરીને મધ્યપ્રદેશ પરત ફરી રહ્યાં હતા. દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી. સામેથી આવતા ટ્રેલર સાથે જીપકાર ધડાકાભેર અથડાઈ 8હતી. આ દૂર્ઘટનામાં આઠ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયાં હતા. જ્યારે 3 વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત થયાં હતા. આ બનાવને પગલે સ્થાનિકો અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ધાયલોને હોસ્પિટલ મોકલી આપ્યાં હતા.