Site icon Revoi.in

રાજસ્થાનના સીએમ ગહેલોતે લગાવ્યો આક્ષેપ – કહ્યું ‘પીએમ મોદીના આજના કાર્યક્રમમાંથી મારું 3 મિનિટનું ભાષણ હટાવાયું’

Social Share

દિલ્હીઃ આજરોજ 27 જુલાીને ગુરુવારે પીએમ મોદી રાજસ્થાનની મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે પીએમ મોદીના કાર્યક્રમ શરુ થાય તે પહેલા જ રાજ્યના સીએમ એશોક ગહેલોચે બીજેપી પર આક્ષેપ લાગાવ્યો છે અને કહ્યું છે કે આજના પીએમ મોદીના કાર્યક્રમમાંથઈ મારુ 3 મિનિટનું ભાષણ હટાવી દેવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે  વડાપ્રધાન કાર્યાલય એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીકર ખાતેના પૂર્વ નિર્ધારિત સંબોધન કાર્યક્રમને રદ કરી દીધો છે. પીએમ મોદી સીકર શહેરમાં એક કાર્યક્રમમાં શિલાન્યાસ કરશે અને વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. તેઓ 1.25 લાખ પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્ર રાષ્ટ્રને સમર્પિત કરવા જઈ રહ્યા છે.

સીએમ ગેહલોતે ટ્વિટર પર લખ્યું – આજે 12 મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ રાજસ્થાન સરકાર અને કેન્દ્રની ભાગીદારીનું પરિણામ છે. આ મેડિકલ કોલેજોનો પ્રોજેક્ટ ખર્ચ રૂપિયા 3,689 કરોડ છે, જેમાં રૂપિયા 2,213 કરોડનો હિસ્સો કેન્દ્રનો અને રૂપિયા 1,476 કરોડ રાજ્ય સરકારનો છે. હું રાજ્ય સરકાર વતી પણ બધાને અભિનંદન આપું છું. આ ટ્વીટ દ્વારા, હું આ કાર્યક્રમમાં મારા ભાષણ દ્વારા જે માંગણીઓ કરી હતી તે આગળ મૂકી રહ્યો છું. 
સીએમ ગેહલોતે આજરોજ સવારે આ વિશે ટ્વીટ કર્યું અને પીએમ મોદીને ‘અગ્નવીર યોજના’ પાછી ખેંચવાની અને સેનામાં કાયમી ભરતી ચાલુ રાખવા, જાતિ વસ્તી ગણતરીના રાજ્ય સરકારના પ્રસ્તાવ પર નિર્ણય લેવાની માંગ કરી. ગેહલોતે ટ્વીટ કર્યું, “માનનીય વડાપ્રધાન મોદી, આજે તમે રાજસ્થાનની મુલાકાતે છે. તમારી ઓફિસ પીએમઓએ મારો પૂર્વ નિર્ધારિત ત્રણ મિનિટનો સંબોધન કાર્યક્રમ હટાવી દીધો છે, તેથી હું ભાષણ દ્વારા તમારું સ્વાગત કરી શકીશ નહીં, તેથી હું આ ટ્વિટ દ્વારા રાજસ્થાનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું.
તો બીજી તરફ પીએમઓએ પણ જવાબ આપ્યો છે અને સીએમ ગહેલોતના ટ્વિટનો જવાબ આપતા કહ્યું છે કે સીએમ ગેહલોતને બોલાવવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે , સીકરમાં બે અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એક સરકારી ઈવેન્ટ અને બીજી પાર્ટી ઈવેન્ટનો સમાવેશ થાય છે, ગેહલોત તેમાં હાજરી આપી શકે તે માટે સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.