રાજસ્થાનના સીએમ ગહેલોતની મોટી જાહેરાત – રાજ્યની જનતાને 100 યુનિટ વિજળી ફ્રીમાં અપાશે
- રાજસ્થાનના સીએમ ગહેલોતની મોટી જાહેરાત
- રાજ્યની જનતાને 100 યુનિટ વિજળી ફ્રી આપાવાની કરી ઘોષણા
જયપુરઃ- રાજસ્થાનના રાજકરણમાં ઘમાસણ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહેલોતે જનતા માટે મહત્વની જાહેરાત કરી છએ,તેમણે રાજ્યની જનતાને 100 યુનિટ વિજળી ફ્રીમાં આપવાનું મોટૂ એલાન કર્યું છે.
રાજ્યની જનતાને વિજળી ફ્રીમાં આપવા બાબતે તેમણે ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું, આ બાબતે જાહેરાત કરતા સીએમ અશોક ગેહલોતે કહ્યું કે મોંઘવારી રાહત શિબિરોનું નિરીક્ષણ કર્યા પછી અને લોકો સાથે વાત-ચીત કર્યા બાદ, પ્રતિસાદ આવ્યો કે વીજળીના બિલમાં સ્લેબ મુજબની મુક્તિમાં કેટલાક ફેરફારો કરવા જોઈએ. મે મહિનાના વીજ બિલમાં ફ્યુઅલ સરચાર્જ અંગે પણ જનતા પાસેથી પ્રતિસાદ મળ્યો હતો,આ આધારે નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય આધારે 100 યુનિટ સુધી વીજળીનો ખર્ચ કરનારા ગ્રાહકોનું વીજ બિલ શૂન્ય થશે. રાજ્યની લાખો જનતાને તેનો લાભ મળશે, 100 યુનિટથી વધુ વીજળીનો ખર્ચ કરનારા પરિવારોને પ્રથમ 100 યુનિટ વીજળી વિનામૂલ્યે અપાશે , બાકીના યુનિટ માટે વીજળીનું બિલ ચૂકવવાનું રહેશે.આ બાબતે હવે જનતાને રાહત મળશે.
રાજસ્થાનના સીએમએ કરેલી જાહેરાત હેઠળ, એક મહિનામાં 200 યુનિટ વીજળીનો વપરાશ કરનારા ગ્રાહકોને પ્રથમ 100 યુનિટ વીજળી મફત મળશે, તેની સાથે 200 યુનિટ સુધીના ફિક્સ ચાર્જ, ફ્યુઅલ સરચાર્જ અને અન્ય તમામ ચાર્જ માફ કરવામાં આવશે. આ સમાચાર સાંભળતાની સાથે રાજ્યની જનતાએ રાહતના શ્વાસ લીધી છે.