ચૂંટણી પહેલા રાજસ્થાનના સીએમનું એલાન – રાજ્યમાં ત્રણ નવા જીલ્લા બનાવાની કરી જાહેરાત
જયપુરઃ- રાજસ્થાનમાં આગામી દિવસોમાં વિઘાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દરેક પક્ષો અડી ચૌંટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હવે રાજસ્થાનના મુખ્યમંત્રી એશોક ગેહલોતો રાજ્યના લોકો માટે એક મહત્વની જાહેરાત કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિધાનસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં 3 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે ટોંક જિલ્લાના માલપુરા અને ચુરુ જિલ્લાના સુજાનગઢને અલગ જિલ્લા બનાવવાની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત ડીડવાના જિલ્લામાં આવતા કુચમનને અલગ જિલ્લો બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. હવે રાજસ્થાન કુલ 53 જિલ્લાઓ ધરાવતું રાજ્ય બની ગયું છે.સીએમ અશોક ગેહલોતે રાજસ્થાનમાં ત્રણ નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે
. શુક્રવારે સીએમ અશોક ગેહલોતે ગો સેવા સંમેલનમાં સુજાનગઢ, માલપુરા, કુચામનને નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી હતી. ત્રણ નવા જિલ્લાઓની રચના બાદ રાજસ્થાનમાં જિલ્લાઓની સંખ્યા વધીને 53 થઈ જશે. ગેહલોતે કહ્યું કે અમે આ ત્રણ નવા જિલ્લા બનાવવાનો પ્રસ્તાવ રામલુભાયા કમિટીને મોકલી રહ્યા છીએ. અમે અન્ય વિસ્તારોમાંથી મળેલી માંગણીઓ અંગે પણ પરીક્ષણો કરાવીશું.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે મુખ્યમંત્રી ગેહલોતે રાજસ્થાનમાં 19 નવા જિલ્લા બનાવ્યા છે. મુખ્યમંત્રીએ બજેટમાં 19 જિલ્લા બનાવવાની જાહેરાત કરી હતી, જેમાં ડીડવાના-કુચમનને પણ નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો.