Site icon Revoi.in

રાજસ્થાનઃ સોશિયલ મીડિયા ઉપર યુવતીના નામે યુવાનોને ફસાવીને નાણા પડાવતા પિતા-પુત્ર ઝડપાયાં

Social Share

જયપુરઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટ ફોનનો ઉપયોગ વધવાની સાથે સાયબરહ ક્રાઈમના બનાવોમાં પણ વધારો થયો છે. દરમિયાન રાજસ્થાનમાં યુવતી નામે સોશિયલ મીડિયા ઉપર મિત્રતા કરીને યુવાનોને ફસાવનારા પિતા-પુત્રને પોલીસે ઝડપી લીધા હતા. આ બંને અશ્લિલ ચેટ કરવાની સાથે યુવાનોના અશ્લિ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને નાણા પડાવતા હતા. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન પોલીસે ભરતપુર જિલ્લાના ટાઉન ટાઉનમાંથી સેક્સટોર્શનના આરોપમાં પિતા-પુત્રની ધરપકડ કરી છે. પોલીસે બિરગવા ગામમાં એક ખેતરમાં ઝાડ નીચે મોબાઈલ પર ચેટિંગ કરતા પિતા-પુત્ર બંનેને પકડી લીધા હતા. પોલીસે અઝીમ મેઓ (ઉ.વ. 58) અને તેના સગીર પુત્રની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મળી આવેલા મોબાઈલમાં ઘણા અશ્લીલ વીડિયો, સેક્સ ચેટ, પેટીએમ એકાઉન્ટ, મેઈલ આઈડી મળ્યાં છે. આરોપી પિતાએ તેના સગીર પુત્ર સાથે મળીને બંને ફેસબુક પર છોકરી બનીને યુવાનો સાથે મિત્રતા કરતા હતા. ત્યાર બાદ વીડિયો કોલિંગ કરીને અશ્લીલ વીડિયો બનાવી પૈસાની માંગણી કરતા હતા. તેમજ નાણા આપવાનો ઈન્કાર કરે તો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતા હતા. તેમજ યુટ્યુબના અધિકારીના નામે અશ્લીલ વીડિયો ડિલીટ કરાવવા માટે પૈસાની માંગણી કરતા હતા.

ભરતપુરના એસપી શ્યામ સિંહે કહ્યું કે મેવાત પ્રદેશમાં ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ગુનાઓને રોકવા માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પિતા-પુત્રની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.