Site icon Revoi.in

કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસમાં રાજસ્થાન સરકારે કરી SITની રચના

Social Share

જયપુર – વિતેલા દિવસને મંગળવારના રોજ રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની પોતાના જ ઘરમાં ગોરો મારીને હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ રાજપૂત સેનાના સમર્થકો દ્વારા હત્યારાઓને પકડવા માટે આંદોલન શરૂ કર્યું અને બને તેટલી વહલી ટેક હત્યારાઓને પકડવાં જણાવ્યું

 ત્યાર બાદ આજરો બુધવારે રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઉમેશ મિશ્રાએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની સંપૂર્ણ તપાસ માટે વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરી છે. આ SITની રચના એડીજી ક્રાઈમ દિનેશ એનએમની દેખરેખ હેઠળ કરવામાં આવી છે.

જાણકારી પ્રમાણે આ ટીમનું નેતૃત્વ એડીજી ક્રાઈમ દિનેશ એન. એમ કરશે. ડીજીપીએ કહ્યું કે હત્યા કેસના બંને આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. બંને પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે આ મામલે વધુ માં મિશ્રાએ કહ્યું કે જેઓ આરોપીઓ વિશે માહિતી આપશે તેમને 5-5 લાખ રૂપિયાનું ઈનામ મળશે અને પોલીસ હત્યારાઓને સક્રિયપણે શોધી રહી છે. 

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના 2 દિવસ બાદ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાને લઈને રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. હત્યાને લઈને કરણી સેનાએ બંધનું એલાન આપ્યું છે. જ્યારે રાજ્યમાં સરકાર બનાવવાની તૈયારી કરી રહેલા ભાજપે દાવો કર્યો હતો કે હાર બાદ કોંગ્રેસ સરકારે બદલો લેવાની યોજનાને કારણે તેમની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો.
એટલુંજ નહીં બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનવાલાએ સુખદેવ સિંહનો વીડિયો શેર કરતા કહ્યું કે પોલીસને તેમના જીવને જોખમ હોવાની માહિતી હોવા છતાં મુખ્યમંત્રીએ તેમની સુરક્ષામાં ઘટાડો કર્યો.આ સાથે પૂનાવાલાએ દાવો કર્યો હતો કે તેમને કોંગ્રેસના આંતરિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કોંગ્રેસ નકલી અને બનાવટી વાર્તાઓ રચીને અને માફિયાઓ અને અસામાજિક તત્વોને વાતાવરણ બગાડવાનું કામ સોંપીને રાજસ્થાન સામે સંપૂર્ણ બદલો લેવાની યોજના બનાવી રહી છે. તેઓ રાજસ્થાનને બદનામ કરવા વિવિધ પ્રકારના ગુનાઓ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે આજે જયપુર બંધ નું એલાન છે સમર્થકો દ્વારા હત્યારાઓને પકડવાની માંગ કરવામાં આવી છે