- આજે રાજસ્થાન સરકારનું બજેટ
- સીએમ ગેહલોત પેશ કરશે પેપરલેસ બજેટ
- સવારે 11 વાગ્યે વિધાનસભામાં બજેટ કરશે રજૂ
નવા નાણાકીય વર્ષની શરૂઆત પહેલા વિવિધ રાજ્યોની સરકારો પોતાનું બજેટ રજૂ કરી રહી છે. એવામાં હવે બુધવારે રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પોતાનું બજેટ રજૂ કરશે.
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત પાસે નાણાં વિભાગનો હવાલો છે,એવામાં તેઓ સવારે 11 વાગ્યે વિધાનસભામાં બજેટ રજૂ કરશે.
અશોક ગેહલોત સરકારના આ કાર્યકાળનું ત્રીજું બજેટ હશે,જે પેપરલેસ થવા જઈ રહ્યું છે.તમામ ધારાસભ્યો અને અન્ય સભ્યોને આ વખતે બજેટ સંબંધિત ભાષણો અને તમામ સોફ્ટ કોપી આપવામાં આવશે.
નોંધનીય છે કે, તાજેતરના દિવસોમાં ઉત્તરપ્રદેશ,બિહાર,તમિલનાડુ જેવા રાજ્યોએ પોતાનું બજેટ રજૂ કર્યું હતું.
-દેવાંશી