Site icon Revoi.in

રાજસ્થાનમાં પેટ્રોલ ઉપર અને આંધ્રપ્રદેશમાં ડીઝલ ઉપર સૌથી વધારે ટેક્સની વસુલાત

Social Share

દિલ્હીઃ કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પેટ્રોલ ઉપર રૂ. 5 અને ડીઝલ ઉપર રૂ. 10 પ્રતિલીટર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. જેથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારાથી ત્રાહીમામ પોકારી ઉઠેલા વાહન ચાલકોને રાહત મળી હતી. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પણ ટેક્સમાં ઘટાડો કરીને પ્રજાને રાહત આપી હતી. કેન્દ્ર અને તેમના સહયોગી પાર્ટીઓ શાસિત રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને તિમલનાડુમાં હજુ સુધી વેટમાં ઘટાડો નહીં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. દિલ્હી, પશ્ચિમ બંગાળ, કેરલ અને તેલંગાણામાં પણ ઈંઘણના ભાવમાં ઘટાડો નહીં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. રાજસ્થાનમાં પેટ્રોલ ઉપર સૌથી વધારે ટેક્સ વસુલવામાં આવે છે. જ્યારે આંધ્રપ્રદેશમાં ડીઝલ ઉપર સૌથી વધારે ટેક્સ વસુલવામાં આવતો હોવાનું જાણવા મળે છે.

કેન્દ્ર સરકારે ઈંધણના ભાવમાં ઘટાડો કર્યાં બાદ પંજાબની કોંગ્રેસ સરકારે પેટ્રોલ-ડીઝલમાં વેટમાં ઘટાડો કર્યો છે. જેથી કિંમતોમાં ક્રમશઃ રૂ. 10 અને ડિઝલમાં 5નો ઘટાડો કર્યો છે. રાજસ્થાનમાં પેટ્રોલ ઉપર સૌથી વધારે રૂ. 30.51 પ્રતિલીટર વેટ વસુલવામાં આવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં રૂ. 29.99, આંધ્રપ્રદેશમાં 29.02 અને મધ્યપ્રદેશમાં રૂ. 26.87 વેટ વસુલાય છે. જ્યારે અંડમાન નિકોબારમાં સૌથી ઓછો રૂ. 4.93 પ્રતિલીટર વેટ વસુલવામાં આવે છે. આવ જ રીતે ડીઝલમાં ચેન્નાઈમાં રૂ. 52.13 પ્રતીલિટર અને લદ્દાખમાં રૂ. 59.57 મૂળ કિંમત છે. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 21.80 ઉત્પાદન દર વસુલવામાં આવે છે. સૌથી વધારે વેટ આંધ્રપ્રદેશમાં 21.19 પ્રતિ લટર વસુલવામાં આવે છે. જે બાદ રાજસ્થાનમાં 21.14 રૂપિયા અને મહારાષ્ટ્રમાં રૂ. 20.21 પ્રતિ લીટર વેટ વસુલવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં સૌથી ઓછો 4.40 અને અંડમાન-નિકોબારમાં રૂ. 4.58 પ્રતિ લીટર ટેક્સ વસુલવામાં આવે છે. પેટ્રોલ પંચ ડીલરોને પેટ્રોલ ઉપર પ્રતિ લીટર રૂ. 3.85 અને ડીઝલ ઉપર રૂ. 2.58 કમિશન આપવામાં આવે છે.