Site icon Revoi.in

કર્ણાટક બાદ હવે રાજસ્થાનમાં નાઇટ કર્ફ્યું લગાવાયું: 31 ડીસેમ્બરથી થશે લાગુ 

Social Share

જયપુર: વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે.ત્યારે રાજસ્થાન સરકાર કોરોના મહામારીના ખતરાને ધ્યાનમાં રાખીને સતર્ક થઈ ગઈ છે. નવા વર્ષના માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે નવા વર્ષની પૂર્વસંધ્યાએ યોજાનારા કાર્યક્રમોમાં વાયરસ ફેલાવાનો ખતરો રહેલો છે. એવામાં રાજ્ય સરકારે રોક લગાવતા, પ્રદેશના જે પણ શહેરની વસ્તી એક લાખથી વધુ છે. ત્યાં 31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.

રાજ્ય સરકારના આદેશ મુજબ નાઇટ કર્ફ્યું 31 ડીસેમ્બર રાતે આઠ વાગ્યાથી લઇને 1 જાન્યુઆરીની સવારે 6 વાગ્યાથી લાગુ રહેશે. સરકારના નિર્ણય મુજબ એક લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાગુ થશે. સરકારના આ નિર્ણય સાથે જોધપુર, કોટા, ઉદયપુર, અજમેર, બિકાનેર, ભીલવાડા, નાગૌર, પાલી, ટોંક વગેરે શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાગુ થશે.

રાજસ્થાનના કેટલાક મુખ્ય પર્યટન શહેરોમાં મોટી સંખ્યામાં લોકો નવા વર્ષની ઉજવણી માટે આવે છે. એવામાં કોરોના સંક્રમણ ફેલાવાની આશંકા વધુ રહે છે. તો ઘણા લોકો પહેલેથી જ હોટલોમાં બુકિંગ કરાવી ચૂક્યા છે. પરંતુ સરકારના નિર્ણયને લીધે હોટલનું બુકિંગ રદ થઈ શકે છે.

કોરોનાના સંક્રમણને અટકાવવા કર્ણાટક સરકારે પર નાઇટ કર્ફ્યું લગાવી દીધું છે. નાઇટ કર્ફ્યું 23 ડીસેમ્બરથી લઈને 2 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. નાઇટ કર્ફ્યુંનો સમય રાતે 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી રહેશે.

_દેવાંશી