રાજસ્થાનઃ કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહની ગોળી મારીને હત્યા કરાઈ, પોલીસે તપાસ શરુ કરી
જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીને અજાણ્યા શખ્સોએ ગોળી મારી હતી. સુખદેવ સિંહને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ફાયરિંગમાં સુખદેવ સિંહની હત્યાની ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. તેમજ સમગ્ર જયપુર શહેરમાં નાકાબંધી કરને હત્યારાઓને ઝડપી લેવા માટે કવાયત શરુ કરીને સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. પોલીસે ઘટના સ્થળની આસપાસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવા કવાયત શરુ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જયપુરમાં શ્યામનગર વિસ્તારમાં સુખદેવ સિંહ ઉપર તેમના ઘર પાસે જ હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી ગયા હતા. બીજી તરફ સમગ્ર ઘટનાને પગલે પોલીસ દ્વારા હોસ્પિટલમાં પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ બનાવને પગલે શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે સમાટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આનંદપાલ એન્કાઉન્ટર બાદ આનંદપાલના મૃતદેહને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આવી જ રીતે પદ્માવત ફિલ્મને લઈને વિરોધના પગલે જે જાણીતા બન્યાં હતા. આ ઉપરાંત કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈ ગેંગ સાથે પણ સુખદેવ સિંહને લાંબા સમયથી તકરાર ચાલતી હતી. સુખદેવ સિંહની હત્યાને પગલે રાજસ્થાન પોલીસ હરકતમાં આવ્યું છે. તેમજ હત્યારાઓને ઝડપી લેવા માટે કવાયત શરુ કરવામાં આવી છે. બીજી તરફ સમાજના આગેવાનો દ્વારા પોલીસ સામે નારાજગી વ્યક્ત કરીને છે. તેમજ આરોપીઓ સામે આકરી કાર્યવાહીની માંગણી કરી રહ્યાં છે.