Site icon Revoi.in

પરાલી સળગાવવામાં રાજસ્થાને પંજાબને પાછળ છોડ્યું,ઓક્ટોબરમાં 160% નો વધારો

Social Share

દિલ્હી:રાજધાની દિલ્હીમાં દર બીજા દિવસે પ્રદૂષણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.અહીં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગયો છે.આનું મુખ્ય કારણ આ સમયે ખેતરોમાં સળગાવવામાં આવતી પરાલી હોવાનું માનવામાં આવે છે.લેટેસ્ટ માહિતી મુજબ હવે આ વાત સાચી સાબિત થતી જોવા મળી રહી છે.વાસ્તવમાં, IMD દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, પરાલી સળગાવવાની સંખ્યામાં ભારે વધારો થયો છે.

2021ના ઓક્ટોબર મહિનાની સરખામણીએ રાજસ્થાનમાં 2022ના ઓક્ટોબરમાં પરાલી સળગાવવાની ઘટનાઓમાં 160%નો વધારો થયો છે.બીજી તરફ, પંજાબમાં ગયા વર્ષની સરખામણીએ 20% વધુ પરાલી સળગાવવામાં આવી છે. IMDના ડેટા અનુસાર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પરાલીના બનાવોમાં ઘટાડો થયો છે. ગયા વર્ષની સરખામણીએ ઓક્ટોબરમાં હરિયાણામાં 30% ઓછું અને ઉત્તર પ્રદેશમાં 38% ઓછી પરાલી સળગાવવામાં આવી છે. તે જ સમયે, નવેમ્બરના શરૂઆતના દિવસોમાં પંજાબમાં 5 નવેમ્બર સુધી 13,396 થી વધુ પરાલી  સળગાવવાની ઘટનાઓ નોંધવામાં આવી હતી, જે સમગ્ર ઓક્ટોબરમાં 16,004 હતી.જેના કારણે પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે.

હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પરાલી સળગાવવાની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો હતો. હરિયાણામાં ઑક્ટોબર 2022 માં પરાલી સળગાવવાની 1995 ઘટનાઓ નોંધવામાં આવી હતી, જે 2021 માં 2914 હતી.એ જ રીતે, ઑક્ટોબર, 2021માં 1060 કેસની સરખામણીમાં, યુપીમાં આ ઑક્ટોબરમાં માત્ર 768 બનાવો નોંધાયા છે.