Site icon Revoi.in

રાજસ્થાનઃ નશાની હાલતમાં ભૂલથી ભારતીય સીમામાં ઘુસેલા પોતાના નાગરિકને પાક.આર્મીએ ના સ્વીકાર્યો

Social Share

દિલ્હીઃ રાજસ્થાનમાં ભારતીય સીમામાં નશામાં ચકચૂર પાકિસ્તાની નાગરિક ઘુસી આવતા ભારતીય સુરક્ષા એજન્સીઓએ તેની અટકાયત કરી હતી. તેમજ તેને પાકિસ્તાન આર્મીને સોંપવાની તૈયારી દર્શાવી હતી. જો કે, પાકિસ્તાની આર્મીએ તેને સ્વીકારવાનો ઈન્કાર કરતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂના નશાની હાલતમાં ઝડપાયેલા પાકિસ્તાની નાગરિકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન સરહદ ઉપર તૈનાત ભારતીય જવાનોએ પાકિસ્તાની નાગરિકને ઝડપી લીધો હતો. યુવાન નશાની હાલતમાં ચકચૂર હોલાતમાં મળી આવ્યો હતો. ભારતીય જવાનોએ તેની અટકાયત કરીને પાકિસ્તાન આર્મીને સોંપવા માટે સંપર્ક કર્યો હતો. જો કે, પાકિસ્તાન આર્મીએ તેને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. અલાદ્દીન નામનો 30 વર્ષિય પાકિસ્તાની નાગરિક નશાની હાલતમાં ભૂલમાં ભારતીય સરહદમાં ઘુસી આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. અલાદ્દીન પાકિસ્તાનના બહાવલનગરનો રહેવાસી હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાન નાગરિકની સામે સ્થાનિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાની નાગરિકની આગવી ઢબે પૂછપરછ આરંભી હતી.

અનૂપગઢ DSP જયદેવ સિહાગે જણાવ્યું કે, પાકિસ્તાન ઘુસણખોર ભારતમાં ઘુસ્યો ત્યારે BSFના જવાને તેમને પડકાર્યો હતો. તેમ છતા તે ન અટક્યો અને આગળ વધતો રહ્યો હતો. આ યુવક તે સમયે નશાની હાલતમાં હતો. ભારતીય જવાનોએ તેને પકડ્યો અને પૂછપરછ કરી હતી. ભારતીય જવાનોએ તેને પાકિસ્તાન પરત મોકલી આપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, પાકિસ્તાન આર્મીએ તેને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.