રાજસ્થાન: છેલ્લા 24 કલાકમાં 602 નવા કેસ નોંધાયા,તંત્રમાં મચ્યો ખળભળાટ
- 24 કલાકમાં 602 નવા કેસ
- તંત્રમાં મચ્યો ખળભળાટ
- સૌથી વધુ કેસ જયપુરમાં
જયપુર: રાજસ્થાનમાં કોરોનાની ગતિએ પ્રશાસનની ઊંઘ ઉડાવી દીધી છે. માર્ચ મહિનામાં જ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 6 ગણી વધી છે. માર્ચની શરૂઆતમાં સમગ્ર રાજસ્થાનમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 102 હતી. અને 22 માર્ચે સમગ્ર રાજ્યમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 602 થઇ ગઈ છે.
જયપુરમાં સૌથી વધુ દર્દીઓ જોવા મળી રહ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 148 કેસ નોંધાયા છે. જયપુરમાં 25 ડિસેમ્બર 2020 પછી 2021 માં સૌથી વધુ કેસ નોંધાયા છે. આ પછી કોટામાં 79,જોધપુરમાં 53,ઉદયપુરમાં 47,ડુંગરપુરમાં 44,ચિત્તોડગઢમાં 28,ભિલવાડામાં 28,રાજસમંદમાં 34,સિરોહીમાં 19,પ્રતાપગઢમાં 15,અલવરમાં 14,બાંસવાડામાં 12,અજમેરમાં 11 અને ઝાલાવાડમાં નવા કેસ મળી આવ્યા છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ચુરુ,ધોલપુર,જેસલમેર અને ઝાલાવાડમાં કોઈ કેસ નોંધાયો નથી.
માત્ર કોરોનાના કેસો ઝડપથી નથી વધી રહ્યા,પરંતુ આ ભયાનક બીમારીથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ ફરી એકવાર વધી રહી છે. રાજ્યમાં લગભગ 2 મહિના પછી એક જ દિવસમાં 5 લોકોનાં મોત નિપજ્યા છે. ઉદયપુર અને ચિત્તોડગઢમાં 2-2 દર્દીઓ છે અને જયપુરમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. સક્રિય કેસ પણ 4 હજારથી વધીને 6 હજાર થયા છે. સૌથી વધુ સક્રિય કેસ જયપુરમાં છે.
-દેવાંશી